________________
બુદ્ધ (૧૬) શિષ્યની સંભાળી – પિતાની પાસે વસ્ત્ર, પાત્ર વગેરે હોય અને શિષ્ય પાસે ન હોય તે પિતાનાં આપવાં અગર મેળવી આપવાં.
(૧૭) મંદવાડ– શિષ્યના મંદવાડમાં ગુરુ જાણે પિતે શિષ્ય હોય અને શિષ્ય ગુરુસ્થાને હોય એમ વર્તવું.
(૧૮) કર્મકૌશલ્ય – કપડાં કેમ ધોવાં, સ્વચ્છતા તથા વ્યવસ્થા કેમ આણવી અને જાળવવી વગેરે બાબતે શિષ્યને શ્રમ લઈ શીખવવી.
૫. (૧૯) આરેગ્યાદિ – બૌદ્ધ ભિક્ષુ થવા ઈચ્છનારમાં નીચે મુજબ લાયકાત જોઈએ ? તે કોઢ, ગંડ, કિલાસ,
ક્ષય તથા અપરમારના રોગથી પીડાતો ભિક્ષુ (સમાજ ન હોય; પુરુષત્વહીન ન હોય; સ્વતંત્ર હાય સેવક)ની (એટલે કોઈના દાસત્વમાં ન હોય); દેવાદાર લાયકાત ન હોય; માબાપની આજ્ઞા લઈને આવેલ
હોય; વીસ વરસ પૂરાં કરેલાં હોય; અને કપડાં, વાસણો ઇત્યાદિ સાધનયુક્ત હોય.
(૨૦) તૈયારી– ભિક્ષુની નીચે પ્રમાણે તૈયારી હોવી જોઈએઃ (૧) આજીવન ભિક્ષાટન કરી રહેવાની તૈયારી વગર ભિક્ષાએ મળી આવે છે તે સદ્ભાગ્ય, (૨) ચીંથરાની કથા પર રહેવાની તૈયારીઃ આખાં કપડાં મળે તો સદ્ભાગ્ય, (૩) ઝાડ નીચે રહેવાની તૈયારી ઘર મળે તે સદભાગ્ય (૪) ગેમૂત્રના એસડથી ચલાવી લેવાની તૈયારીઃ ઘી, માખણ વગેરે વસ્તુઓ ઓસડ દાખલ મળે તે સભાગ્ય.