________________
બદ્ધ શિક્ષાપદ
૪૫ (૧૧) શિષ્ય પિતાની રહેવાની ઓરડી, બેસવાની ઓરડી, ભેગા મળવાનું દીવાનખાનું, સ્નાનગૃહ તથા પાયખાનાં સાફ રાખવાં. પીવાનું તથા વાપરવાનું પાણી ભરી રાખવું. પાયખાનામાં રાખેલી કાઠીમાં પાણી થઈ રહ્યું હોય તે એ પણ ભરી રાખવું.
(૧૨) અધ્યયન-ગુરુ પાસે નિયત સમયે પાઠ લેવાનું હોય તે લઈ લે અને પ્રશ્નો પૂછવાના હોય તે પૂછી લેવા.
(૧૩) ગુરુના દેષાની શુદ્ધિ-ગુરુમાં ધર્માચરણમાં અસંતેષ કે ખામી ઉત્પન્ન થઈ હોય, અથવા મનમાં શંકા ઉદ્ભવી હોય અથવા મિથ્યા દષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો શિષ્ય બીજા મારફતે તે દૂર કરાવવી, અથવા જાતે કરવી, અથવા ધર્મોપદેશ કરે. ગુરુથી સંસ્થાના, ખાસ કરીને નૈતિક અને સૈદ્ધાતિક, નિયમોનો ભંગ થયો હોય તે તેનું પરિમાર્જન થાય અને સંસ્થા તેને ફરીથી પૂર્વ સ્થિતિમાં લાવી મૂકે એવી બેઠવણ કરવી.
(૧૪) મંદવાડ-ગુરુની માંદગીમાં તે સાજા થાય કે મરે ત્યાં સુધી એની સેવા કરવી.
૪ (૧૫) અધ્યાપન – ગુરુએ શિષ્ય પર પ્રેમ રાખવે અને તેના પર અનુગ્રહ કરે. તેને શ્રમ લઈ પાઠ
શીખવવા, તેના ધાર્મિક પ્રશ્નોના જવાબ ગુરુના ધર્મો
આપવા, ઉપદેશ કર તથા રીતરિવાજની માહિતી આપી એને મદદ કરવી.