________________
૪૪
બુદ્ધ નાખવાં. તેને દેરી પર સૂકવવાં, અને સુકાયા બાદ વ્યવસ્થિત ગડી કરી મૂકી દેવાં, પણ તડકામાં લાંબો વખત રહેવા દેવાં નહીં,
(૯) નિવાસસ્વચ્છતા – ગુરુના નિવાસમાં કચરે રોજ સાફ કરી નાખવે. નિવાસ સાફ કરતી વખતે પહેલાં જમીન ઉપરની વસ્તુઓ, જેમ કે, પાત્રો, કપડાં, આસને, ગોદડાં, ઓશીકાં વગેરે ઉપાડી લઈ બહાર કે ઊંચાં મૂકવાં. ખાટલે બહાર કાઢતી વખતે બારણા સાથે ભટકાય નહીં તેની કાળજી રાખવી. ખાટલાના પ્રતિપાદક (પાયા નીચે મૂકવાનાં લાકડાનાં કે પથ્થરનાં એઠીંગણ) એક બાજુએ મૂકવાં. પિકદાની ઉપાડી લઈ બહાર મૂકવી. પાથરણું કેવી રીતે પાથર્યું છે તે ધ્યાનમાં રાખી પછી બહાર કાઢવું. જે નિવાસમાં જાળાં બાઝયાં હોય તે પહેલાં છત સાફ કરવી. પછીથી બારીએ, કમાડ તથા ખૂણાઓ સાફ કરવાં. ગેરુથી રંગેલી ભીંતો તથા છાથી તૈયાર કરેલી જમીન ખરાબ થઈ હોય તો પાણીમાં કપડું બાળી એને નિચોવી નાખી પછી એનાથી તે સાફ કરવી. સાદી લીંપેલી જમીન કે આંગણાને, ધૂળ ઊડે નહીં તે માટે, પહેલાં તે પર પાણુ છાંટી પછી સાફ કરવાં. કચરો ભેગો કરી નિયત ઠેકાણે નાખી દે.
પાથરણાં, ખાટલા, પાટ, ઓશીકાં, પિકદાની વગેરે બધી ચીજો તડકામાં સૂકવી ચોગ્ય સ્થાને મૂકી દેવી.
(૧૦) મકાનમાં જે દિશામાંથી પવનને લીધે ધૂળ ઊડતી હોય તે તરફની બારીઓ બંધ કરી દેવી. ટાઢના દિવસમાં દિવસે બારીઓ ઉઘાડી રાખવી અને રાત્રે બંધ કરવી, તથા ઉનાળામાં દિવસે બંધ રાખવી અને રાત્રે ઉઘાડવી.