________________
મહાવીર કે પરસહાયની અપેક્ષા રાખવી નહીં, પણ પિતાના પુરુષાર્થ અને ઉત્સાહથી જ જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવે. બીજાની મદદ વડે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે જ નહીં એ એમને અભિપ્રાય હતે. એમનો બીજે ઠરાવ એ હતું કે જે જે કાંઈ ઉપસર્ગો તથા પરિષહો આવી પડે તેમાંથી બચવાને પ્રયત્ન કરે નહીં. એમને એ અભિપ્રાય હતો કે ઉપસર્ગો અને પરિષહ સહન કરવાથી જ પાપકર્મોને ક્ષય થાય છે અને ચિત્તની શુદ્ધિ થાય છે. દુઃખમાત્ર પાપકર્મનું ફળ છે, અને તે આવી પડે ત્યારે એને દૂર કરવા યત્ન કરે તે આજનું દુઃખ માત્ર ભવિષ્ય પર ઠેલવા જેવું છે. એ ફળને કદી પણ ભેગાવ્યા વિના છૂટકો થતા જ નથી.
૪. આ કારણથી આ બાર વર્ષ એમણે એવા
પ્રદેશમાં ફરી ફરીને ગાળ્યાં કે જ્યાં વેકેલા ઉપસર્ગો એમને અધિકમાં અધિક કષ્ટ પ્રાપ્ત અને પરિષહ થાય. જ્યાંના લેકે કૂર, આતિથ્યહીન,
સંતહી, ગરીબને ત્રાસ દેનારા, નિષ્કારણ પરપીડનમાં આનંદ માનનારા હેય ત્યાં એ જાણીબૂજીને જતા. એવા લોકે એમને મારતા, ભૂખ્યા રાખતા, એમની ઉપર કૂતાં છેડતા, રસ્તામાં અઘટિત મશ્કરી કરતા, એમની સમક્ષ બીભત્સ વર્તન ચલાવતા અને એમની સાધનામાં વિન
૧. અન્ય પ્રાણુઓએ કરેલાં વિદને અને કલેશે. ૨. નૈસર્ગિક આપત્તિઓ.