________________
સાધના નાખતા. કેટલીક જગ્યાએ એમને ટાઢ, તડકે, વંટોળિયા, વરસાદ વગેરે નૈસર્ગિક વિટંબણાઓ તથા સર્પ, વાઘ વગેરે હિંસ પ્રાણુઓ તરફથી પણ ભારે આપત્તિઓ વેઠવી પડી.
આ બાર વર્ષનો અહેવાલ આ ઉપસર્ગો અને પરિષહનાં કરુણાજનક વર્ણનથી ભરાઈ જાય છે. જે પૈર્ય અને ક્ષમાની વૃત્તિથી એમણે એ સર્વે સહી લીધાં તેથી સ્વાભાવિક રીતે જ આપણું હૃદય એમની તરફ આદરભાવે ખેચાય છે. સર્પ જેવાં વેરને ન ભૂલનારાં પ્રાણીઓ પણ એમની અહિંસાવૃત્તિના પ્રભાવ તળે આવી વેરભાવ છોડી દેતાં. પણ મનુષ્ય ઘણી વાર સર્પ અને વાઘ કરતાંયે વિશેષ પરપીડક થતું એમ એમનું જીવનવૃતાન્ત બતાવે છે.
છે. એક વાર મહાવીર મેરાક નામે ગામ પાસે આવી
પહોંચ્યા. ત્યાં એમના પિતાના એક મિત્ર કેટલાક પ્રસંગે કુલપતિને આશ્રમ હતો. એણે મહાવીરને મેરાક ગામ પિતાના આશ્રમમાં એક ઝૂંપડી બાંધી
ચાતુર્માસ સાધના કરવા વિનંતી કરી. ઝૂંપડી ઘાસની બનાવેલી હતી. વરસાદે હજી મંડાણ કર્યું ન હતું. એક દિવસ કેટલીક ગાયે આવી અને એમનાં તથા બીજા તાપસનાં ઝૂંપડાં ખાઈ જવા લાગી. અન્ય તાપસીએ તે ગાને લાકડી વતી હાંકી કાઢી, પણ મહાવીર તે પિતાના ધ્યાનમાં જ સ્થિર બેસી રહ્યા. આવી નિસ્પૃહતા બીજા તાપસેથી ખમાઈ નહીં, અને તેથી એમણે કુલપતિ પાસે જઈ મહાવીરે પિતાની ઝૂંપડી ખવાડી દેવાની વાત કરી. કુલપતિએ મહાવીરને