________________
મહાવીર બેદરકારી માટે ઠપકો આપે. આથી મહાવીરે વિચાર્યું કે
પિતાને લીધે અન્ય તાપમાં અપ્રીતિ થાય પંચવતે માટે એમણે ત્યાં રહેવું ઉચિત નથી. તે જ
સમયે એમણે નીચેનાં પાંચ વ્રત ધારણ કર્યા : (૧) જ્યાં બીજાને અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં, (૨) જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોત્સર્ગ કરીને જ રહેવું, (૩) સામાન્ય રીતે મૌન રાખવું, (૪) હાથમાં જ ભેજન કરવું; અને (૫) ગૃહસ્થને વિનય કરે નહીં.
સંન્યાસ લેતાં જ એમને બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિને એમણે કાંઈક ઉપયોગ પણ કર્યો. ૬. એ વર્ષને અંતે જ એક વાર એક છીંડામાંથી જતાં
એમનું બાકી રહેલું અડધું વસ્ત્ર કાંટામાં દિગંબર દશા ભરાઈ ગયું. જે છૂટી ગયું તે ઉપયોગી
નહીં જ હોય એમ માની લઈ મહાવીર ત્યાંથી આગળ ચાલતા થયા. પેલા બ્રાહ્મણે આ કટકા ઉપાડી લીધો.
૧. કાત્સર્ગ = કાયાને ઉત્સર્ગ. શરીરને પ્રકૃતિ સ્વાધીન કરીને ધ્યાનસ્થ રહેવું. એના રક્ષણ માટે કોઈ જાતના કૃત્રિમ ઉપાય – જેવા કે કંપડી બાંધવી, કાળી ઓઢવી, તાપવું વગેરે – લેવા નહીં.
૨. પિતાની જરૂરિયાતો માટે ગૃહસ્થના ઉપર અવલંબીને ન રહેવું, અને એના કાલાવાલા ન કરવા.