________________
સર્વસ્વ માની, એ બંને ભારરૂપ થઈ પડે, એને સાચવવામાં જ આયુષ્યને નાશ થઈ જાય, એટલા ઢગલા ભેગા કર્યા છતાં એમાંથી તેઓ નીકળતા જ નથી. ધન વડે –મોટાઈ વડે હું છું અને સુખી છું, એમ માનવાની એ ભૂલ કરે છે; પણ એમ નથી વિચારી શકતા કે મારા વડે, મારી શક્તિઓ વડે ધન અને મોટાઈ આવ્યાં છે. હું મુખ્ય છું અને એ ગૌણ છે.
પિતાની શક્તિને કોઈ પણ કાર્યક્ષેત્રમાં રહી અત્યંત, નિસ્સીમ વિકાસ કરવો ઈષ્ટ છે. અ૫સંતોષ, અલ્પયશથી તૃપ્તિ એ એગ્ય નથી, પણુ કાર્યક્ષેત્ર એ પ્રધાન વસ્તુ નથી, કાર્ય દ્વારા જીવનનો અભ્યદય એ પ્રધાન છે, એ ભૂલવું ન જોઈએ.
જે એ ભૂલતા નથી તેને જીવનની કોઈ પણ સ્થિતિમાં ગયેલા ભાગ માટે શેક કરવાની જરૂર ભાસતી નથી. એનું આખું જીવન એને ઊંચે લઈ જનારા રસ્તા જેવું ભાસે છે.
કાર્યક્ષેત્ર પ્રધાન નથી, એનો અર્થ એમ ન કરો કે પ્રવૃત્તિઓ વારંવાર બદલવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિમાંથી પિતાની પ્રત્યેક શક્તિ અને ભાવનાના વિકાસ પર દષ્ટિ રાખવી એ જરૂરનું છે. ધન મેળવતાં
વડયું, તો દાન કરતાં આવડવું જોઈએ; દાન માટે પ્રસિદ્ધિ મળી હોય તેણે ગુપ્તદાનમાં પારંગતતા મેળવવી જોઈએ. ધન ઉપર પ્રેમ કરતાં આવડ્યો, તો મનુષ્ય ઉપર પણ પ્રેમ કરતાં આવડવું જોઈએ. એમ ઉત્તરોત્તર આગળ જ ધસવું ઘટે છે.
નોંધ ૨૪ : સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ – સ્નાનાદિક શૌચવિધિ, પવિત્રપણે કરેલાં સાત્વિક અન્ન-જળ, વ્યાયામ, એ સર્વેનું ફળ ચિત્તની પ્રસન્નતા, જાગૃતિ અને શુદ્ધિ એ છે. નાહવાથી પ્રસન્નતા લાગે છે, ઊંઘ ઊડી જાય છે, સ્થિરતા આવે છે અને કેટલેક સમય જાણે તહેવારને દિવસ હોય એવી પવિત્રતા ભાસે છે એ સર્વને અનુભવ હશે જ. આવું જ પરિણામ શુદ્ધ અન્ન, વ્યાયામ વગેરેના નિયમેના પાલનથી આવે છે. આજુબાજુનું વાતાવરણ પિતાના