________________
૪
યુદ્ધ
શરીર અને મન ઉપર ખરાબ અસર ન કરી શકે એટલા માટે આ સર્વે નિયમેનું પાલન છે.
પણ એ વસ્તુ જ્યારે ભુલાઈ જાય ત્યારે એ નિયમેાનું પાલન જ જીવનનું સર્વસ્વ થઈ બેસે છે; સાધન એ જ સાધ્ય થઈ જાય છે, અને એમ થાય ત્યારે ઉન્નતિ તરફ લઈ જનાર જીવનનૌકા પર એ નિયમા જમીન સુધી પહોંચેલા લંગર જેવા થઈ પડે છે. પછી એમાંથી છૂટવા ઈચ્છનાર માણુસ એને સાવ તેાડી નાખે એમ પણ બને.
વળી, આ નિયમા એ કુસંસ્કાર, અપ્રસન્નતા, અજાગૃતિ વગેરે સામે કિલ્લારૂપ છે. જે વખતે કિલ્લામાંથી બહાર પડી લડવાની લાયકાત આવી હાય, ત્યારે એમાં પડી રહેવું ભારરૂપ જ લાગે, તેમ, જ્યારે મૈત્રી, કરુણુા, સમતા વગેરે ઉદાત્ત ભાવનાઓથી ચિત્ત ભરાઈ જાય, ત્યારે એ નિયમાનું પાલન પ્રસન્નતા વગેરે ન લાવતાં ઉદ્વેગ જ કરાવે. એ મનુષ્ય એ કિલ્લામાં કેમ ભરાઈ રહી શકે?
ચિત્તની પ્રસન્નતા એટલે વિષયાને આનંદ નહીં, ભાગવિલાસથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન રહે છે. ચા, બીડી, દારૂ વગેરેથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન થાય છે અને બુદ્ધિ જાગ્રત થાય છે; કેટલાક મિષ્ટાન્નેથી પ્રસન્ન થઈ જાય છે. પણુ આ પ્રસન્નતા ખરી નથી, એ વિકારાને ક્ષણિક આનંદ છે, મન ઉપર કશે। મેજો ન હેાય, કામમાંથી પરવારી ધડીક આરામ લેતા હાઈ એ, તે વખતે જેવે અકૃત્રિમ સ્વાભાવિક આનંદ હાય છે તે પ્રસન્નતા સહજ છે,
નોંધ ૩જી : સમાધિ - આ શબ્દથી સામાન્ય રીતે લેાકા એમ સમજે છે કે પ્રાણુને રોકી દઈને લાંખે। વખત સુધી રાખવત્ રહેવું તે. અમુક એક વસ્તુ અથવા વિચારની ભાવના કરતાં કરતાં એવી સ્થિતિ થઈ જાય કે જેમાં દેહનું ભાન ન રહે, શ્વાસેચ્છ્વાસ ધીમે અથવા બંધ પડી જાય અને કેવળ એ વસ્તુ અથવા વિચારનું જ દર્શન થાય એને સમાધિ શબ્દથી એળખવામાં આવે છે.
ઉપર કહેલી સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગને હઠયેાગ કરે છે. સિદ્ધાર્થે કાલામ અને ઉર્દૂક દ્વારા આ હયેગની સમાધિ પ્રાપ્ત કરી