________________
હાય એમ જણાય છે, અને શાંતિ હોય છે,
તેવા જ એ.
નોંધ
કપ
આવા પ્રકારની સમાધિથી સમાધિકાળમાં સુખ એ ઊતરી જાય એટલે જેવા ખાજો માણસ
પણ સમાધિ શબ્દ આ એક જ અર્થમાં વપરાતા નથી. અને સિદ્ધાર્થે પાતે જે સમાધિયાગની પોતાના શિષ્યાને ભલામણુ કરી છે, તે આ હયેાગની સમાધિ નહીં. જે વસ્તુ અથવા ભાવનાની સાથે ચિત્ત એવું તદ્રુપ થઈ ગયું હોય કે એના સિવાય એ બીજું કશું દેખ્યા હતાં લેખી જ શકે નહીં અથવા સર્વત્ર એને જ જુએ તે વિષયમાં ચિત્તની સમાધિદશા કહેવાય. મનુષ્યની જે સ્થિર ભાવના હોય, જે ભાવના કરતાં એ કદી નીચે ઊતરતા ન હેાય, તે ભાવનામાં એની સમાધિ છે એમ સમજવું. સમાધિ શબ્દના ધાવર્થ પણ આ જ છે. ઉદાહરણથી આ વિશેષ સ્પષ્ટ થશે.
લેભી મનુષ્ય જે જે વસ્તુને જુએ તેમાં ધનને જ ખાળે છે. ઉકરડા હોય કે રસાળ જમીન હેાય, નાનકડું ફૂલ હોય કે સેાનામહેાર હાય, એ એમાંથી કેટલી ધનપ્રાપ્તિ થાય એ જ તાકે છે. જે દિશાએ એ નજર નાખે તે દિશામાંથી એ ધનપ્રાપ્તિના સંભવ શેાધે છે. એને આખું જગત ધનરૂપે જ ભાસે છે. ઉડતાં પક્ષીનાં પીંછાંઆ, જાતજાતનાં પતંગિયાં, હવાવાળી ટેકરીએ, નહેર ખણી શકાય એવી નદીએ, તેલ કાઢી શકાય એવા કૂવાઓ, પુષ્કળ લેકા જ્યાં જતા હોય એવાં તીર્થસ્થાને સર્વને એ ધનપ્રાપ્તિનાં સાધન રૂપે ઉત્પન્ન થયેલાં હાય એમ માને છે. આવી ચિત્તની દશાને લેાભસમાધિ કહી શકાય.
કોઈ રસાયનશાસ્ત્રી જગતમાં જ્યાં ત્યાં રાસાયનિક ક્રિયાએના જ પરિણામ રૂપે બધું થયેલું જુએ છે. એ શરીરમાં, ઝાડમાં, પથ્થરમાં, આકાશમાં સર્વત્ર રસાયનને જ ચમત્કાર જુએ છે, એમ કહી શકાય કે એની રસાયનમાં સમાધિ થઈ છે.
કાઈ મનુષ્ય જ્યાં ત્યાં હિંસાથી જ જગત ચાલતું જુએ છે. મોટા જીવ નાનાને મારીને જ જીવે છે એમ એ સર્વત્ર નિહાળે છે. અળિયાને જ થવાના અધિકાર છે' એવા નિયમ એ દુનિયામાં દેખે છે. એને હિંસાભાવનામાં સમાધિ થયેલી ગણાય.
-પ્