________________
બુદ્ધ
વળી, કેઈ બીજો માણસ આખું જગત પ્રેમના નિયમ ઉપર જ રચાયેલું જુએ છે. ટ્રેષને એ અપવાદ રૂપે અથવા વિકૃતિ રૂપે પેખે છે. જગતનો શાશ્વત નિયમ – જગતને ટકાવનારે નિયમ– પરસ્પર પ્રેમવૃત્તિ છે એમ જ એને દેખાય છે. એના ચિત્તની પ્રેમસમાધિ છે.
કોઈ ભક્ત પિતાના ઈષ્ટ દેવની મૂર્તિને જ અણુઅણુમાં પ્રત્યક્ષવત દેખે છે. એની મૂર્તિને વિશે સમાધિ ગણાય.
એ રીતે જે ભાવનામાં ચિત્તની સ્થિરતા થઈ હોય તે ભાવનાની એને સમાધિ છે એમ કહેવાય.
દરેક મનુષ્યને આ રીતે કોઈ ને કોઈ સમાધિ છે. પણ જે ભાવનાઓ મનુષ્યની ઉન્નતિ કરનારી છે, એનું ચિત્ત શુદ્ધ કરનારી છે, એને સુખદુ:ખથી પર કરી શાંત કરનારી છે, એ ભાવનાઓની સમાધિ અભ્યાસ કરવા જેવી કહેવાય. એવી સાત્ત્વિક સમાધિઓ જ્ઞાનશકિત, ઉત્સાહ, આરેગ્ય વગેરે સર્વેને વધારવાવાળી છે. એ બીજાને પણ આશીર્વાદરૂપ થઈ પડે છે. એમાં સ્થિરતા થયા પછી એમાંથી વ્યુત્થાન થતું નથી; એટલે, પછી નીચલી હલકી ભાવનામાં પ્રવેશ થતો નથી. એવી ભાવનાઓ તે મૈત્રી, કરુણ મુદિતા, ઉપેક્ષા વગેરે વૃત્તિઓની છે. એક વાર સ્થિરપણે પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રભાવના બંધાય, પછી એમાંથી ઊતરીને હિંસા કે દ્વેષ થાય જ નહીં. આવી ભાવનાઓ અને શીલેના અભ્યાસથી મનુષ્ય શક્તિ અને સત્યના દ્વાર સુધી પહોંચે છે. ભાવનાઓના આ પ્રમાણેના ઉત્કર્ષ વિનાની હઠગની સમાધિ વિશેષ ફળ આપનારી નથી. એવા પ્રકારના સમાધિલાભ માટે બૌદ્ધ ગ્રંથમાં ઘણી સુંદર સૂચનાઓ છે.
નોંધ ૪થી : સમાજસ્થિતિ ખરું જોતાં, પ્રત્યેક કાળમાં ત્રણ જાતના માણસે હોય છે. એક પ્રત્યક્ષ નાશવંત જગતને ભેગવવાની તૃષ્ણાવાળા; બીજા, મરણ પછી એવા જ પણ કાલ્પનિક હોવાથી વિશેષ રમ્ય લાગતા જગતને ભેગવવાની તૃષ્ણાવાળા) (એ કાલ્પનિક ભોગે માટે કાલ્પનિક દેવેની અથવા ભૂતકાળમાં થઈ ગયેલા પુરુષોને કલ્પનાથી પિતા કરતાં વિજાતીય સ્વરૂપ આપીને તેની ઉપાસના કરે