________________
નોંધ
G
—
છે.) ત્રીજા, મેાક્ષની વાસનાવાળા — એટલે પ્રત્યક્ષ સુખદુઃખ, હર્ષશાકમાંથી મુક્તિ ઇચ્છવાવાળા નહીં, પણ જન્મમરણુની ઘટમાળમાંથી મુક્ત થવાની ઇચ્છાવાળા,
એથી ચેાથા, સંત પુરુષા, પ્રત્યક્ષ જગતમાંથી ભાગભાવનાને નાશ કરી, તેમ જ મરણુ પછી ભાગ ભાગવવાની ઇચ્છાને પણુ નાશ કરી, તથા જન્મમરણની પરંપરાના ભયથી ઉત્પન્ન થતી મેાક્ષ-વાસનાને પણ છેડી, જે સ્થિતિમાં જે સમયે પેાતે હાય તે સ્થિતિને શાન્તિપૂર્વક ધારણ કરવાવાળા હેાય છે. એ પણ પ્રત્યક્ષને જ પૂજવાવાળા છે, પણ એમાં એમને ભાગવૃત્તિ નથી; કેવળ મૈત્રી, કરુણા કે મુદિતાની જ વૃત્તિથી એ પ્રત્યક્ષ ગુરુ અને ભૂત-પ્રાણીને પૂજે છે.
આ પ્રત્યેક ઉપાસનામાંથી મનુષ્યને પસાર થવું પડે છે. કેટલા વખત સુધી એ એક જ ભૂમિકામાં ટકે એ એની વિવેકદશા ઉપર અવલંબીને રહે છે.
નોંધ મી : રારણત્રય જુદે જુદે નામે આ ‘શરણય'ને પ્રત્યેક સંપ્રદાયે મહિમા સ્વીકાર્યાં છે. એનું કારણ એ છે કે એ શરણુત્રય સ્વાભાવિક જ છે. ગુરુમાં નિષ્ઠા, સાધનામાં નિષ્ઠા અને ગુરુભાઈઆમાં પ્રીતિ અથવા સંતસમાગમ એ ત્રિપુટી વિના કાઈ પુરુષની ઉન્નતિ થતી નથી. બૌદ્ઘશરણુત્રયની પાછળ આ જ ભાવના રહી છે. સ્વામીનારાયણુ સંપ્રદાયમાં આ જ ત્રણ ભાવનાને નિશ્ચય (સહજાનંદ સ્વામીમાં નિષ્ઠા), નિયમ (સંપ્રદાયના નિયમેનું પાલન) અને પક્ષ (સત્સંગીએસ માટે બંધુભાવ) એ નામેાથી સંએધી છે.
યુદ્ધ શરણં ગચ્છામિ । એ શરણુની યથાર્થતા તા વાસ્તવિક રીતે બુદ્ધ પ્રત્યક્ષ હતા ત્યારે જ હતી. પેાતાના ગુરુની પૂર્ણતા વિશે દૃઢ શ્રદ્દા ન હોય તે શિષ્ય ચડી શકે જ નહીં. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જ મુમુક્ષુને કાઈ દેવાદિકને વિશે કે ભૂતકાળના અવતારાની ભક્તિમાં રસ લાગે છે. ગુરુપ્રાપ્તિ બાદ ગુરુ એ જ પર્મ દૈવત પરમેશ્વર બને છે. વેદ ધર્માંમાં, એટલે અનુભવ અથવા સાનના આધારે રચાયેલા સર્વે ધર્માંમાં, ગુરુને જ શ્રેષ્ઠ દૈવત ગણેલું છે.
bedrivst