________________
૬૮
પણ જ્યારે જ્યારે કોઈ ગુરુ સંપ્રદાય સ્થાપી જાય છે, ત્યારે પ્રત્યક્ષ ગુરુની ઉપાસનામાંથી પરોક્ષ અવતાર કે દેવની ઉપાસનામાં એ સંપ્રદાય ઊતરી પડે છે. કાળે કરીને આદ્ય સ્થાપક પરમેશ્વરનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને એ આપણે તારક છે એવી શ્રદ્ધાના પાયા ઉપર સંપ્રદાયની રચના થાય છે. ત્યાર પછી આ પ્રથમ શરણુની ભાવના જુદું જ સ્વરૂપ પકડે છે.
આ ત્રણ શરણ આધ્યાત્મિક માર્ગમાં જ ઉપકારી છે એમ માનવાનું નથી. કોઈ પણ સંસ્થા કે પ્રવૃત્તિ, નેતા કે આચાર્યને વિશે શ્રદ્ધા, એના નિયમનું પાલન અને એમાં જોડાયેલા બીજા ને પ્રત્યે બંધુભાવ વિના યશસ્વી થઈ શકતી નથી. “પિતાની સંસ્થાનું અભિમાન એ શબ્દોમાં આ ત્રણ ભાવનાઓ જ પરોવાયેલી છે; અને તેથી, ઉપર કહ્યું છે કે આ શરણત્રય સ્વાભાવિક છે.
હાલના કાળમાં ગુરુભક્તિ વિશે ઉપેક્ષા કે અનાદરની વૃત્તિ કેટલેક ઠેકાણે જોવામાં આવે છે. ઉન્નતિની ઈચ્છા રાખનારે એ વૃત્તિને સ્વીકારી લેવાની લાલચમાં પડવું ન જોઈએ. આર્યાવર્તના ધર્મો અનુભવના માર્ગો છે. અનુભવ કદી પણ વાણુથી બરાબર બતાવી શકાય નહીં. પુસ્તકો એથી પણું ઓછું બતાવે. પુસ્તકથી જ સર્વ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો વિદ્યાથીને મૂળાક્ષર, બારાખડી અને સો કે હજાર સુધી આંકડા શીખવી શાળાઓ બંધ કરી શકાય. પણ પુસ્તક કદી શિક્ષકની અવેજી લઈ શકે જ નહીં; તેમ શાસ્ત્રો અનુભવ લીધેલા સંતની તેલે આવી શકે જ નહીં.
વળી, ભક્તિ – પૂજ્યભાવ, આદર – એ મનુષ્યની એક સ્વાભાવિક વૃત્તિ છે. ડેઘણે અંશે સર્વેમાં એ રહેલી છે. જેમ જેમ એ પરોક્ષ અથવા કપનાઓમાંથી નીકળી પ્રત્યક્ષમાં ઊતરે તેમ તેમ તે પૂર્ણતાની વધારે સમીપ પહોંચે. એવી પ્રત્યક્ષ ભક્તિની ભૂખ પૂરેપૂરી ઊઘડે અને તેની તૃપ્તિ થાય ત્યાર પછી જ નિરાલંબ શાતિની દશાએ પહોંચાય. ગુરુભકિત સિવાય એ ભૂખની પૂરેપૂરી તૃપ્તિ થઈ શકતી નથી. માતાપિતા પ્રત્યક્ષપણે પૂજ્ય છે, પણ તેમને વિશે અપૂર્ણતાનું ભાન હોવાથી