________________
નેધ
એમની સારી પેઠે ભક્તિ કર્યા બાદ પણ ભક્તિની ભૂખ રહી જાય છે. અને તેને ભાંગવા જ્યાં સુધી સગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યને પક્ષ દેવાદિકની સાધનાને આશ્રય લેવો પડે છે. એ રીતે ગુરુ જ્ઞાનપ્રાપ્તિ માટે આવશ્યક છે કે નહીં એ વિચારને બાજુએ રાખીએ તે પણ એમ કહી શકાય કે એના વિના મનુષ્યની ભક્તિની ભાવનાનો પૂર્ણ વિકાસ થઈ ત્યાર પછીની ભાવનામાં પ્રવેશ થઈ શકતો નથી.
નેંધ ૬ઠ્ઠી: વર્ણની સમાનતા – સમાજમાં વર્ણવ્યવસ્થા હોવી એ એક વસ્તુ છે અને વર્ણમાં ઊંચનીચપણાનું અભિમાન હોવું એ બીજી વસ્તુ છે. વર્ણવ્યવસ્થા સામે કોઈ સંતોએ વાંધો લીધો નથી. વિદ્યાની, શાસ્ત્રની, અર્થની કે હુન્નરોની ઉપાસના કરવાવાળા પુરુષોના સમાજમાં જુદાં જુદાં કર્મો હોય એમાં કઈને વાંધો લેવાપણું ન હોય, પણ એ કર્મને લીધે જ્યારે ઊંચનીચના ભેદ પાડી વર્ણનું અભિમાન ધારવામાં આવે, ત્યારે સંત એની સામે કટાક્ષ કરે જ છે. એ અભિમાન સામે પોકાર ઉઠાવનાર માત્ર બુદ્ધ જ નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ, વલ્લભાચાર્ય, ચૈતન્યદેવ, નાનક, કબીર, નરસિંહ મહેતે, સહજાનંદ સ્વામી વગેરે કોઈ પણ સંતે વર્ણના અભિમાનને વખેડયા વિના રહ્યા નથી. એમાંના ઘણાખરાઓએ પિતાપૂરતાં તો ચાલુ રૂઢિઓનાં બંધને કાપી જ નાખ્યાં છે. સર્વેએ એ રૂઢિઓને તેડાવવાનો આગ્રહ કર્યો નથી, એનાં બે કારણે હોઈ શકેઃ જે પ્રેમભાવનાના બળથી એમને પિતાને એ નિયમમાં રહેવું અશક્ય લાગ્યું, તે ભાવનાના વિકાસ વિના એ રિવાજોને ભંગ કશે ફાયદાકારક નથી તે એક, તથા રૂઢિઓના સંસ્કાર એટલા બળવાન હોય છે કે એ સહેલાઈથી જીતી શકાતા નથી તે
બીજું