________________
મહાભિનિષ્ક્રમણ વિચાર કરો, એ એને સહજ સ્વભાવ હતો. સદેવ વિચારશીલ રહ્યા વિના કયા પુરુષે મહત્તા મેળવી છે? અને કયે પ્રસંગ એ તુચ્છ હોઈ શકે કે જે વિચારી પુરુષના જીવનમાં અદ્ભુત ફેરફાર કરી મૂકવા સમર્થ ન થાય?
૪. સિદ્ધાર્થ જુવાની કેવળ ભગવતો જ નહોતે, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને અંતમાં
શું, એ વિચારતો પણ હતો. એશઆરામ વિચાર ભેગવતે હતું એટલું જ નહીં, પણ એશ
આરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુઃખ કેટલું, એ ભેગને સમય કેટલે, એને વિચાર પણ કરતો હતો. એ કહે છે :
“આવી સંપત્તિને ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાન સામાન્ય મનુષ્ય પિતે ઘડપણના સપાટામાં આવવાનો છે તે પણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું ઘડપણના ફાંસાનાં ફસાવાને છું, માટે જે સામાન્ય મનુષ્યની જેમ જાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું તે તે મને શેભે નહીં. આ વિચારને લીધે મારો જુવાનીને મદ સમૂળગે જતો રહ્યો.
અવિદ્વાન સામાન્ય મનુષ્ય પિતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે
૧. જુઓ પાછળ
ધ ૧લી.