________________
બુદ્ધ
૨. શુદ્ધોદને સિદ્ધાર્થને અતિ લાડમાં ઉછેર્યાં. એણે રાજકુમારને છાજે એવી એને કેળવણી આપી ખરી, પણ સાથે સાથે સંસારના વિલાસે પૂરા પાડવામાંયે મા રાખી નહીં. યશેાધરા નામે એક ગુણવાન કન્યા જોડે એનું લગ્ન થયું હતું અને તેનાથી રાહુલ નામે એક છેાકરા એને થયે હતા. પેાતાના ભાગેાનું વર્ણન સિદ્ધાર્થ આ પ્રમાણે કર્યું' છે
સુખાપભાગ
“હું બહુ સુકુમાર હતા. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખેાદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીએ વાવી હતી. મારાં વસ્ત્રા રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકે મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચામાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચામાસા માટે આંધેલા મહેલમાં રહેવા જતા ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતાં, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતા. બીજાએાને ત્યાં સેવકાને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં મારાં દાસદાસીઓને ઉત્તમ ખેારાક સાથે ભાત અપાતા હતા.”૧
૩. આ રીતે એની જુવાની ચાલી જતી હતી. પણ આટલા એશઆરામમાંયે સિદ્ધાર્થનું ચિત્ત ઠેકાણે હતું. બાળપણથી જ એ વિચારશીલ અને એકત્ર ચિત્તવાળા હતા. જે નજરે પડે તેનું
વિવેકબુદ્ધિ ખારીકાઈથી નિરીક્ષણ કરવું અને એની ઉપર અત્યંત
૧. ‘બુદ્ધ, ધર્મ અને સંધ'માંથી.