________________
મહાભિનિષ્ક્રમણ નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્ય ને આનંદ શા? અંધારે અથડાતા, હે, શે દી ન કાં ભલા?"
આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચંપારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે
એક નગરી હતી. શાક્ય કુલના ક્ષત્રિયેનું ત્યાં એક નાનકડું મહાજનસત્તાક રાજ્ય
હતું. શુદ્ધોદન નામે એક શાક્ય તેમનો : ધ્યક્ષ હતો. તેને “રાજા” એવું પદ હતું. શુદ્ધોદન
તમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેને જોડે પરણ્યા હતા. માયાવતીને પેટે એક પુત્રને જન્મ થયે, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાને ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો. એણે બાળકને પિટના દીકરા પ્રમાણે ઉછેર્યો અને એ બાળકે પણ એને સગી માતાની જેમ ચાહી. આ બાળકનું નામ સિદ્ધાર્થ.
1. को नु हासो किमानन्दो निच्चं पज्जलिते सति । अन्धकारेन ओनद्धा प्रदीपं न गवेसथ ।।
( પ) ૨. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે પણ ઓળખાય છે.