________________
છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છૂટ્યો નથી, અને વ્યાધિરાતથી કંટાળું કે તેને તિરસ્કાર કરું તો તે મને શોભે નહીં. આ વિચારથી મારે આરોગ્યમદ સમૂળગે જતો રહ્યો.
“અવિદ્વાન સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધમી છું, છતાં સામાન્ય મનુષ્યની પેઠે મૃત શરીર તરફ જોઈ કંટાળું કે તેને તિરસ્કાર કરું તે તે મને શોભે નહીં. આ વિચારથી મારો જીવિતમદ તદન ગળી પડ્યો.”
૫. જેની પાસે ઘર, ગાડી, ઘેડા, પશુ, ધન, સ્ત્રી, પુત્ર, દાસદાસી વગેરે હોય તે આ જગતમાં સુખી મનાય
છે. મનુષ્યનું સુખ આ વસ્તુઓને આધારે મેક્ષની જિજ્ઞાસા છે એમ માનવામાં આવે છે. પણ સિદ્ધાર્થ
વિચારવા લાગ્યોઃ “હું પોતે જરાધમ છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મો છતાં, શાકધમ છતાં, જરા, વ્યાધિ, મરણ અને શેકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખને આધાર માની બેઠે છે એ ઠીક નથી.” જે પિતે દુઃખરહિત નથી, તેનાથી
૧. “બુદ્ધ, ધર્મ અને સંધીને આધારે. સિદ્ધાર્થને ઘરડે, રોગી, શબ અને સંન્યાસીનું અનુક્રમે ઓચિતું દર્શન થવાથી વૈરાગ્ય ઊપજે, અને તે રાતોરાત ઘર છોડી એક દિવસે નીકળી ગયો, એવી પ્રચલિત કથા છે. એ કથાઓ કપિત જણાય છે. જુઓ ઉપરના પુસ્તકમાં શ્રી કોસંબીનું વિવેચન.