________________
મહાવીર ૯. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. બારમે વર્ષે એમને
સૌથી ભારે ઉપસર્ગ થયે. એક ગામમાં છેલ્લે ઉપસર્ગ એક ઝાડ તળે એ ધ્યાનસ્થ થઈ બેઠા હતા
એટલામાં એક ભરવાડ બળદોને ચરાવતો ત્યાં આવ્યો. એને કાંઈક કામ યાદ આવવાથી બળદની સંભાળ મહાવીરને કરી એ ગામમાં પાછા ગયે. મહાવીર ધ્યાનસ્થ હોવાથી એમણે ભરવાડનું કહેલું કશું સાંભળ્યું નહીં. પણ એમના મૌનને અર્થે ભરવાડે સંમતિ તરીકે માની લીધે. બળદ ચરતા ચરતા દૂર ચાલ્યા ગયા. થોડી વારે ભરવાડ આવીને જુએ છે તે બળદ ન મળે. એણે મહાવીરને પૂછ્યું, પણ એમણે ધ્યાનસ્થ હેવાથી કશું સાંભળ્યું નહીં. આથી ભરવાડને મહાવીર ઉપર ખૂબ ક્રોધ ચડ્યો. અને એણે એમના કાનમાં એક જાતની ભયંકર શિક્ષા કરી. એક વૈદ્ય મહાવીરના કાન સાજા કર્યા, પણ એ ઈજા એટલી વેદનાભરી હતી કે આટલા પૈર્યવાન મહાવીરથી પણ વૈદ્યની શસ્ત્રક્રિયા વખતે ચીસ પાડી દેવાઈ હતી. ૧૦. આ છેલ્લે ઉપસર્ગ સહન કર્યા બાદ, બાર
વર્ષના કઠોર તપને અંતે વૈશાખ સુદ દશમને બધપ્રાપ્તિ દિવસે જાસ્મક નામે ગામની પાસેના એક
વનમાં મહાવીરને જ્ઞાન ઊપજ્યું, અને એમના ચિત્તને શાતિ થઈ.
૧૬
૧. કાનમાં ખૂંટીએ મારી એમ મુળમાં કહ્યું છે. કાંઈ પણ સખ્ત ઈજા કરી એટલું નકકી.