________________
પહેલે
ઉપદેશ જાભક ગામથી જ મહાવીરે પિતાનો ઉપદેશ શરૂ કર્યો. કર્મથી જ બંધન અને મોક્ષ થાય છે,
અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને
અપરિગ્રહ એ મેક્ષનાં સાધન છે. એ ઉપદેશ
એમના પહેલા ઉપદેશનો સાર હતા. ૨. સર્વ ધર્મનું મૂળ દયા છે. પણ દયાના પૂર્ણ ઉત્કર્ષ માટે
ક્ષમા, નમ્રતા, સરલતા, પવિત્રતા, સંયમ, દસ સદ્ધ સંતેષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહઃ એ દશ ધર્મો સેવવા જોઈએ.
આનાં કારણ અને લક્ષણે નીચે મુજબ છેઃ
(૧) ક્ષમારહિત માણસ દયાનું સારી રીતે પાલન નથી કરી શકત; તેથી જે ક્ષમા કરવામાં તત્પર છે તે ધર્મને ઉત્તમ રીતે સાધી શકે છે.
(૨) સર્વ સદૂગુણે વિનયને આધીન છે; અને વિનય નમ્રતાથી આવે છે, જે પુરુષ નમ્ર છે તે સર્વગુણસંપન્ન થાય છે.
(૩) સરલતા વિના કોઈ પુરુષ શુદ્ધ થઈ શકતો નથી. અશુદ્ધ જીવ ધર્મ પાળી શકતો નથી. ધર્મ વિના મેક્ષ નથી અને મેક્ષ વિના સુખ નથી.
(૪) માટે સરલતા વિના પવિત્રતા નથી, અને પવિત્રતા વિના મેક્ષ નથી.