________________
મહાવીર (૫-૬) વિષયસુખના ત્યાગથી જેણે ભય તથા રાગદ્વેષને તજ્યા છે એવા ત્યાગી પુરુષ નિર્ચન્થ (સંયમી અને સતાણી) કહેવાય છે.
(૭) તન, મન અને વચનની એકતા રાખવી, અને પૂર્વાપર અવિરુદ્ધ વચનને ઉચ્ચાર કરે એ ચાર પ્રકારનું સત્ય છે.
(૮) ઉપવાસ, આહારમાં બે-ચાર કેળિયા ઊભું રહેવું, આજીવિકાને નિયમ, રસત્યાગ, શીતષ્ણાદિ સમવૃત્તિથી સહેવાં અને સ્થિરાસને રહેવું એ છ પ્રકારનું બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, દયાન, સેવા, વિનય, કાત્સર્ગ અને સ્વાધ્યાય એ છ પ્રકારનું અલ્યન્તર તપ છે.
(૯) સંપૂર્ણ સંયમપૂર્વક મન, વચન અને કાયા વડે રહેવું એ બ્રહ્મચર્ય છે.
(૧૦) નિ:સ્પૃહતા એ જ અપરિગ્રહ છે.
આ દશ ધર્મોના સેવનથી આપોઆપ ભય, રાગ અને દ્વેષ નાશ પામે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૩. શાન્ત, દાન વ્રતનિયમમાં સાવધાન અને વિશ્વ
વત્સલ મેક્ષાથી મનુષ્ય નિષ્કપટપણે જે જે સ્વાભાવિક કિયા કરે છે તેથી ગુણની વૃદ્ધિ થાય છે. ઉન્નતિપથ જે પુરુષની શ્રદ્ધા પવિત્ર છે તેને શુભ અને
અશુભ બને વસ્તુઓ શુભ વિચારને લીધે શુભ રૂપે જ ફળ આપે છે.