________________
ઉપદેશ ૪. હે મુનિ, જન્મનાં અને જરાનાં દુઃખ જે. તને
જેમ સુખ પ્રિય છે તેમ સર્વે જીવોને સુખ હેલા પ્રિય છે એમ વિચારી, કોઈ પણ જીવને વરમો ઘા મારીશ નહીં અને બીજા પાસે મરાવીશ નહીં.
લોકોનાં દુઃખેને જાણનાર સર્વે જ્ઞાની પુરુષોએ મુનિઓને, ગૃહસ્થને, રાગીઓને, ત્યાગીઓને, ભેગીઓને અને યોગીઓને આ પવિત્ર, અને શાશ્વત ધર્મ કહ્યો છે કે કોઈ પણ જીવને હણ નહીં, તેના પર હકૂમત ચલાવવી નહીં, તેને કબજે કરે નહીં અને તેને હેરાન કરે નહીં.” પરાક્રમી પુરુષ સંકટો પડતાં પણ દયા છોડતું નથી.
૫. હે મુનિ, અંદર જ યુદ્ધ કર, બીજાં બહારનાં દારુણતમ યુદ્ધ યુદ્ધની શી જરૂર છે? યુદ્ધની આવી
સામગ્રી મળવી ઘણી મુશ્કેલ છે. ૬. વિવેક હોય તે ગામમાં રહેતાં પણ ધર્મ છે વિવેક એ જ અને જંગલમાં રહેતાં પણ ધર્મ છે. વિવેક ખરે સાથી ન હોય તે બન્ને નિવાસ અધર્મ
રૂપ જ છે. ૭. મહાવીરને સ્યાદ્વાદ તત્ત્વચિંતનમાં મોટામાં મોટો
ફાળે ગણાય છે. વિચારમાં સમતોલપણું યાદ્વાદ સાચવવું કઠણમાં કઠણ કામ છે. મોટા મોટા
વિચારકો પણ કેઈ વિષયને વિચાર કરવા બેસે ત્યારે પિતાના પૂર્વગ્રહથી દેરાઈ જાય છે અને એક બાજુએ ખેંચાઈ જાય છે. વસ્તુતઃ જગતના સર્વે વ્યવહાર્ય
૧. મુનિ એટલે વિચારશીલ પુરુષ.