________________
મહાવીર સિદ્ધાન્ત અમુક મર્યાદામાં કે અર્થમાં જ સાચા હોય છે. એથી જુદી મર્યાદામાં કે જુદા અર્થમાં એથી ઊલટા સિદ્ધાન્ત સાચા થાય એમ બને. દા.ત. “સર્વે જીવો સમાન છે એ એક માટે વ્યવહાર્ય સિદ્ધાન્ત છે. પણ વ્યવહારમાં મૂકવા જતાં જ એ સિદ્ધાન્ત મર્યાદિત થઈ જાય છે. ઉદાહરણાર્થ, ગર્ભ કે માતા બેમાંથી એકને જ બચાવી શકાય એમ હાય, દરિયાના તેફાનમાં આગબોટ ભાંગી પડે અને આપત્કાળમાં વાપરવાની હોડીઓ પૂરતી સંખ્યામાં ન હોય ત્યારે હોડીઓને લાભ પહેલાં બાળકો અને સ્ત્રીઓને આપવો કે પુરુષને આપ એ પ્રશ્ન હોય, વાઘ ભૂખે મરતો હોય અને ગાયને પકડવાની તૈયારીમાં હોય ત્યારે ગાયને છોડાવવી કે નહીં એ ગૂંચ હોય – એ બધામાં સર્વ જી સમાન છે એ સિદ્ધાન્તને આપણે અમલ કરી શકતા નથી, પણ જાણે જીમાં તારતમ્ય છે એ સિદ્ધાઃ સાચો હોય એમ વર્તવું પડે છે. પણ આનો અર્થ એ થયો કે “સર્વ જીવો સમાન છે' એ સિદ્ધાન્ત અમુક મર્યાદા અને અર્થમાં જ સાચે છે. આ જ પ્રમાણે અનેક સિદ્ધાન્તો વિશે કહી શકાય.
૮પણ ઘણા વિચારકો અને આચારક મર્યાદાનો અતિરેક કરે છે, અથવા મર્યાદાને ઇનકાર કરે છે, અથવા સ્વીકારતાં છતાં ભૂલી જાય છે. પરિણામે, આચાર અને વિચારમાં મતભેદ અને ઝઘડા થાય છે, અથવા ન વખાણવા જેવા આચારની રૂઢિઓ સ્થપાય છે.
૯ દરેક વિષય અનેક દષ્ટિએ વિચારી શકાય છે. એક દષ્ટિએ એક રૂપે ભાસે અને બીજી દષ્ટિએ બીજે રૂપે ભાસે