________________
ઉપદેશ એમ બની શકે છે, અને તેથી વિષયનું સર્વ બાજુથી પરીક્ષણ કરવું અને દરેક બાજુથી એની મર્યાદા શેાધવી એ સુજ્ઞ માણસનું કામ છે. કોઈ એક જ દષ્ટિથી ખેંચાઈ જઈ તે જ એક સાચી દૃષ્ટિ છે એ આગ્રહ બાંધવો એમાં સમતોલપણાની ખામી છે. બીજા પક્ષની દષ્ટિને સમજ પ્રયત્ન કરો, અને એ પક્ષની દષ્ટિનું ખંડન કરવાનો મમત રાખવાને બદલે કઈ દષ્ટિએ એનું કહેવું સાચું હોઈ શકે તે શોધવા પ્રયત્ન કર, - એ ટૂંકામાં સ્યાદ્વાદ છે એમ હું સમજું છું. ચાર્ એટલે એમ પણ હોઈ શકે. એ વિચારને અનુમોદન આપનારા મત તે સ્યાદ્વાદ. સત્યશોધકમાં એવી વૃત્તિ હેવી આવશ્યક છે.
૧૦. સ્યાદ્વાદનો અર્થ એ નથી કે માણસે કોઈ પણ વિષય ઉપર કાંઈ પણ નિશ્ચય ઉપર જ આવવું નહીં. પણ મર્યાદિત સિદ્ધાન્તને અમર્યાદિત સમજવાની ભૂલ ન કરવી અને તેથી મર્યાદા નકકી કરવા પ્રયત્ન કરે એ સ્યાદ્વાદ.૧ ૧૧. મહાવીરના ઉપદેશનો અત્યંત ફેલાવો કરનાર
અને એમની અતિશય ભક્તિભાવથી સેવા અગિયાર કરનાર એમના પહેલા અગિયાર શિષ્યો હતા. તમે એ સર્વે ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા.
અગિયારે ભાઈએ વિદ્વાન અને મોટા મોટા કુલેના અધિપતિઓ હતા, સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાંડમાં પ્રવીણ હતા. પણ યથાર્થ
૧. આ વાદના વિશેષ શાસ્ત્રીય વિવેચન માટે જુઓ શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાને “દર્શનના અભ્યાસમાં જાળવવા ગ્ય મધ્યસ્થતા” ઉપરનો લેખ (‘પ્રસ્થાન', પૃ. ૬, પૃ. ૩૩૧થી ૩૩૮).