________________
૩૨ ઘી, તેલ, માખણ, દહીં, મધ અને ગોળ એટલા જ પદાર્થોથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો.
ત્યાર પછી રાજ્યના શ્રીમંત લેાકો મેટાં મોટાં નજરાણાં લાવ્યા. પણ રાજાએ તેમને કહ્યું: “ગૃહસ્થ, મને તમારું નજરાણું નહીં જોઈએ. ધાર્મિક કરથી ભેગું થયેલું મારી પાસે પુષ્કળ ધન છે. એમાંથી તમને જે કાંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ જાઓ.”
આ પ્રમાણે રાજાએ નજરાણું ન સ્વીકારવાથી એ લેઓએ આંધળા, લૂલા વગેરે અનાથ લોકો માટે મહાવિજિતની યજ્ઞશાળાની આસપાસ ચારે દિશામાં ધર્મશાળાઓ બાંધવામાં અને ગરીબોને દાન આપવામાં એ દ્રવ્ય ખચ્યું.”
આ વાત સાંભળી કૂટદંત અને બીજા બ્રાહ્મણે બેલ્યાઃ બહુ જ સુંદર યજ્ઞ! બહુ જ સુંદર યજ્ઞ!”
પછી બુદ્ધે કૂટદતને પિતાના ધર્મને ઉપદેશ કર્યો. તે સાંભળીને એ બુદ્ધને ઉપાસક થયે, અને બેલ્યઃ “આજે હું સાતસો બળદ, સાતસો વાછડાં, સાતસો વાછડી, સાતસે બકરાં અને સાતસો મેંઢાને યજ્ઞસ્તંભથી છેડી મૂકું છું. હું એમને જીવિતદાન આપું છું. તાનું ઘાસ ખાઈ અને ઠંડું પાણી પી શીતળ હવામાં એ આનંદથી ફરે.” ૮. એક વાર રાજા અજાતશત્રુએ બુદ્ધની પાસે પિતાના
અમાત્યને મેકલીને કહેવડાવ્યું કે “હું રાજ્યસમૃદ્ધિના વૈશાલીના વજી લેકે ઉપર આક્રમણ કરવા નિયમ ધારું છું, માટે તે વિશે આપનો અભિપ્રાય
આપશે.”