________________
૩૧
ઉપદેશ એટલે વળી રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું : હે પુરોહિત, હવે મને મહાયજ્ઞ કરવાની ઈચ્છા છે, માટે મને એગ્ય સલાહ આપો.”
પુરોહિત બેઃ “મહાયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યા પહેલાં આપણે પ્રજાની અનુમતિ લેવી યંગ્ય છે. માટે જાહેરનામાં ચોંટાડી આપણે પ્રજાની સંમતિ મેળવીએ ઠીક છે.”
પુહિતના કહેવા પ્રમાણે રાજાએ જાહેરનામાં ચોંટાડી પ્રજાને પિતાને અભિપ્રાય નિર્ભયતાથી અને સ્પષ્ટપણે જણાવવા કહ્યું. સર્વે અનુકૂળ મત આયે.
“ત્યારે પુરોહિતે યજ્ઞની બધી તૈયારી કરી રાજાને કહ્યું: “મહારાજ, યજ્ઞ કરતાં, મારું કેટલું ધન ખર્ચાઈ જશે એવો વિચાર પણ આપે મનમાં ન લાવવો જોઈએ, યજ્ઞ ચાલતાં, બહુ ખર્ચ થાય છે એવો વિચાર ન લાવવો જોઈએ; યજ્ઞ પૂરો થયા પછી, બહુ ખર્ચ થઈ ગયું એવો વિચાર ન લાવવો જોઈએ.
આપના યજ્ઞમાં સારા-નરસા સર્વ પ્રકારના માણસે આવશે. પણ કેવળ સપુરુષના ઉપર જ દષ્ટિ રાખી આપે યજ્ઞ કરે જેઈએ, અને ચિત્તને પ્રસન્ન રાખવું જોઈએ.”
આ રાજાના યજ્ઞમાં ગાય, બકરાં, મેંઢાં ઇત્યાદિ પ્રાણી મારવામાં આવ્યાં નહીં. ઝાડે ઉખાડીને તેના સ્તંભ રોપવામાં આવ્યા નહીં. નેકરને અને મજૂરોને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહીં. જેમની ઈચ્છામાં આવ્યું તેમણે કામ કર્યું; જેમને ન પાલવ્યું તેમણે ન કર્યું.