________________
બુદ્ધ પુરોહિતે કહ્યું: “મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામ અને શહેરમાં ધાડો પડે છે, લોકોને ચારેને બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્યથી વિમુખ થશે. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરેને પકડીને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાતિ સ્થાપી શકાશે, પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધૂંધીને નાશ નહીં થાય, કેમ કે એ ઉપાયથી જે તાબામાં નહીં આવે તે ફરીથી બંડા કરશે.
હવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લેકે ખેતી કરવા ઈચ્છે તેને આપે બી વગેરે પૂરાં પાડવાં, જે વ્યાપાર કરવા ઈચ્છે તેને મૂડી પૂરી પાડવી, જે સરકારી નોકરી કરવા ઈચ્છે છે તેને યેગ્ય વેતન આપી એગ્ય કામ પર તેની નિમણુક કરવી. આવી રીતે સર્વ લોકોને તેમને યોગ્ય કામ મળવાથી એ લોકો તોફાન નહીં કરે. વખતસર કર મળવાથી આપની તિજોરી તર થશે. લૂંટફાટને ભય ન રહેવાથી લેક બાળબચ્ચાંના કોડ પૂરા પાડી ઉઘાડા દરવાજા રાખી આનંદથી સૂઈ શકશે.”
રાજાને પુરોહિતને વિચાર બહુ જ ગમ્યું. એણે તરત જ એ પ્રમાણે વ્યવસ્થા કરી. આને લીધે ઘડા કાળમાં રાજ્યમાં સમૃદ્ધિ વધી ગઈ. લોકે અતિ આનંદથી રહેવા લાગ્યા.