________________
ઉપદેશ બુદ્ધ ભગવાન બ્રાહ્મણની વ્યાખ્યા કરે છે કેઃ “સર્વ સંસારનાં બંધનેને છેદીને, સંસારનાં દુઃખોથી જે ડરતો નથી, જેને કોઈ પણ ઠેકાણે આસક્તિ નથી, બીજા મારે, ગાળે દે, બંધનમાં નાખે તેને સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું, કમળના પાંદડા પર પડેલા પાણીના ટીપા પ્રમાણે જે જગતના વિષયસુખથી અલિપ્ત રહે છે તેને જ હું બ્રાહ્મણ કહું છું.”
૭. મનોરંજક અને બંધબેસતાં, બુદ્ધિમાં ઊતરે એવાં દાન્તો અને કારણો આપી ઉપદેશ દેવાની બુદ્ધની પદ્ધતિ
અનુપમ હતી. એનું એક જ દષ્ટાન અત્રે શ્રેષ્ઠ યજ્ઞ આપીશું. બુદ્ધના કાળમાં યજ્ઞમાં પ્રાણીઓને
વધ કરવાનો રિવાજ અતિ પ્રચલિત હતે. યજ્ઞમાં થતી હિંસા બંધ કરાવવાની લડત હિંદુસ્તાનમાં બુદ્ધના કાળથી ચાલી આવી છે. એક વાર કૃદંત નામે એક બ્રાહ્મણ એ વિશે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું: “શ્રેષ્ઠ યજ્ઞ કર્યો, અને તેને વિધિ શો?”
બુદ્ધ બાલ્યા :
પ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટે રાજા થઈ ગયો. એણે એક દિવસ વિચાર્યું, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેને હું વ્યય કરું તે મને ઘણું પુણ્ય લાગશે. એણે એ વિચાર પિતાના પુરોહિતને જણાવ્ય.
૧. જુઓ પાછળ નોંધ ૬ઠ્ઠી.