________________
ઉપદેશ આ સાંભળી બુદ્ધે પિતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું: “આનંદ, વજજ લોકો વારંવાર ભેગા થઈને રાજકારણનો વિચાર કરે છે કે ?”
આનંદ: હા ભગવન,
બુદ્ધઃ એ લોકો ભેગા થઈને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું એક્ય હોય છે કે?
આનંદઃ મેં એવું સાંભળ્યું છે ખરું.
બુદ્ધઃ એ લેકે પોતાના કાયદાઓને ભંગ તે કરતા નથી ને? અથવા એને ગમે તેવો અર્થ તે કરતા નથી ને?
આનંદઃ જી, ના, એ લેકે અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે.
બુદ્ધઃ વૃદ્ધ રાજકારણ પુરુષને વજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે કે?
આનંદઃ જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે.
બુદ્ધ: એ લોક પિતાની વિવાહિત કે અવિવાહિત વીઓ ઉપર જુલમ તે નથી કરતા ને?
આનંદ: જી, ના, ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે.
બુદ્ધઃ વજજી લોકે શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થાનેની કાળજી લે છે કે ?
આનંદ: હા, ભગવન. બુદ્ધ: આ લેકે સંતપુરુષનો આદરસત્કાર કરે છે કે? આનંદ : જી, હા.
આ સાંભળી બુદ્ધે અમાત્યને કહ્યું: “મેં વૈશાલીના લેઓને આ સાત નિયમે આપ્યા હતા. જ્યાં સુધી એ બુ.-૩