________________
૩૪ નિયમોનું પાલન થાય છે ત્યાં સુધી તેમની સમૃદ્ધિ જ થશે, અવનતિ થઈ શકવાની નથી.” અમાત્યે અજાતશત્રુને વજજી લેકેને ન કનડવાની જ સલાહ આપી.
૯. અમાત્યના ગયા પછી બુદ્ધ પિતાના ભિક્ષુઓને અલ્યુન્નતિના એકત્ર કરી નીચે પ્રમાણે શિખામણ નિયમે
આપી : ભિક્ષુઓ, હું તમને અમ્મુન્નતિના સાત નિયમો સમજાવું છું તે સાવધાનપણે સાંભળેઃ (૧) જ્યાં સુધી તમે એકત્ર થઈને સંઘનાં કર્મો કરશે, (૨) જ્યાં સુધી તમારામાં ઐક્ય રહેશે, (૩) જ્યાં સુધી તમે સંઘના નિયમને ભંગ કરશે નહીં, (૪) જ્યાં સુધી તમે વૃદ્ધ અને વિદ્વાન ભિક્ષુઓને માન આપશે, (૫) જ્યાં સુધી તમે તૃષ્ણાઓને વશ થશે નહીં, (૬) જ્યાં સુધી તમે એકાંતપ્રિય રહેશે, અને (૭) જ્યાં સુધી તમારા સાથીઓને સુખ થાય એવી કાળજી લેવાની ટેવ રાખશે ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહીં.
ભિક્ષઓ, વળી હું અચુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળે: (૧) ઘરગથુ કામમાં આનંદ માનશે નહીં, (૨) બાલવામાં સર્વ કાળ વિતાડવામાં આનંદ માનશે નહીં, (૩) ઊંધવામાં વખત ગાળવામાં આનંદ માનશે નહીં, (૪) સાથીઓમાં જ સર્વ વખત ગાળી નાખવામાં આનંદ માનશે નહીં, (૫) દુર્વાસનાને વશ થશે નહીં, (૬) દુષ્ટની સંગતમાં પડશે નહીં, (૭) અલ્પ