________________
૪૨
બુદ્ધ નિયમોની માહિતી આજે યોગ્ય લાગે તેવી ભાષામાં અહીં ટૂંકામાં આપી છે.
૩. શિષ્ય પોતાના ગુરુની શુશ્રષા નીચે પ્રમાણે કરવી:
(૧) પ્રાતઃકર્મ– સવારે વહેલા ઊઠી, જેડા ઉતારી નાખી, કપડાં વ્યવસ્થિત રાખી, ગુરુને દાતણ અને માં દેવા
માટે પાણી આપવું અને બેસવા માટે શિષ્યના ધર્મ આસન મૂકવું. ત્યાર બાદ, એમના નાસ્તાને
ખોરાક હાજર કર. નાસ્તો કરી રહ્યા બાદ હાથમેં ધેવા પાણી આપવું, અને નાસ્તાનાં પાત્રો સાફ કરી વ્યવસ્થિત રીતે તેની જગ્યાએ મૂકી દેવાં. ગુરુ ઊઠે એટલે આસન ઠેકાણે મૂકી દેવું અને એ જગ્યા ગંદી થઈ હોય તો સાફ કરી નાખવી.
(૨) વિચરણ–ગુરુને બહાર જવું હોય ત્યારે એમનાં બહાર જવાનાં વસ્ત્રો આણું આપવાં, અને પહેરેલાં કપડાં કાઢી નાખે ત્યારે તે લઈ લેવાં. ગુરુ બહારગામ જનાર હોય તે એમનાં પ્રવાસનાં પાત્રો, બિછાનું તથા કપડાં વ્યવસ્થિત રીતે બાંધીને તૈયાર રાખવાં. ગુરુની સાથે પિતાને જવાનું હોય તે પિતે વ્યવસ્થિત રીતે કપડાં પહેરી, શરીરને સારી રીતે ઢાંકી, પિતાનાં પાત્રો, બિછાનું તથા કપડાં બાંધી લઈ તૈયાર થઈ જવું.
(૩) માર્ગમાં ચાલતાં શિષ્ય ગુરુથી ઘણું દૂર કે ઘણું નજીક ચાલવું નહીં.
(૪) વાચા સંયમ – ગુરુ બોલતા હોય ત્યારે શિષ્ય વચમાં બોલવું નહીં. પરંતુ, નિયમ ભંગ થાય એવું કાંઈ ગુરુ બેલે તે એનું નમ્રતાથી નિવારણ કરવું.