________________
બૌદ્ધ શિક્ષાપદો ભલું અનિશિખા જેવા તપ્ત લેહનું પ્રાશન; ના જ અસંયમી દુષ્ટ કર્યું રાષ્ટ્રાન ભજન
દરેક સંપ્રદાય પ્રવર્તકે પોતાના શિષ્યોનું વર્તન સદાચાર, શુદ્ધાચાર, સભ્યતા અને નીતિને પિષક થાય એ માટે નિયમો ઘડેલા હોય છે. એ નિયમો પૈકી કેટલાક સાર્વજનિક
સ્વરૂપના હોય છે, અને કેટલાક તે તે સંપ્રદાયની ખાસ રૂઢિઓના સ્વરૂપના હોય છે, કેટલાક સર્વ કાળમાં મહત્ત્વના હોય છે, અને કેટલાકનું મહત્ત્વ તે કાળમાં જ હોય છે.
૨. બુદ્ધ ધર્મના આવા નિયમોને શિક્ષાપદે કહે છે. તેની સવિસ્તર માહિતી શ્રી ધર્માનંદ કોસંબીના બૌદ્ધ સંઘને પરિચય એ પુસ્તકમાં આપેલી છે.
શ્રી સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી જેમ દરેક આશ્રમ અને વર્ણનાં સ્ત્રી પુરુષોને માટે છે, તેવા આ નિયમ નથી. એ મુખ્યત્વે ભિક્ષુઓ અને ભિક્ષુણીઓને માટે જ છે. એટલે એ બધા નિયમનો ઉલ્લેખ કરે અહીં જરૂરી નથી. પણ એમાંના કેટલાક નિયમો સાર્વજનિક રીતે ઉપયોગી છે અને કેટલાક ખાસ કરીને સમાજસેવકોને માટે મહત્વના છે. તેવા १. सेय्यो अयोगुळो भुत्तो तत्तो अग्गिसिखूपमो । यञ्चे भुजेय्य दुस्सीलो रट्टपितुं असंयतो ॥
(ઘમપદ) ૨. ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ.
૪૧