________________
ઉપાધિ છેડી દે. હે ગૃહપતિ, બૌદ્ધ ધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી એવી પણ તમને કદાપિ શંકા આવશે. પરંતુ જે તત્વજ્ઞ ઉપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ ચેકકસ ધ્યાનમાં રાખે અને મનમાંની ચિંતા કાઢી નાખો.”
૧૫. પરંતુ સદ્ભાગ્યે આ જ્ઞાની સ્ત્રીને પતિ સાજે થઈ ગયે. જ્યારે બુદ્ધે આ વાત સાંભળી ત્યારે એના પતિને તેમણે કહ્યું, “હે ગૃહપતિ, તું મોટે પુણ્યશાળી છે કે નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ, ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારું મહાભાગ્ય છે.” ૧૬ હૃદયને આવી રીતે પલટાવી નાખવાં એ જ
મહાપુરુષોના મોટા ચમત્કાર છે. બીજા ખરે ચમત્કાર ચમકારા બાળકોને સમજાવવાના ખેલ છે.