________________
ઉપદેશ શકશે નહીં. સંસારનું ગાડું હાંકી શકશે નહીં. પરંતુ એવી શંકા તમે મનમાં લાવશે નહીં. કારણ મને સૂતર કાંતવાની કળા આવડે છે, અને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી છોકરાંઓનું પિષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ, આસક્તિયુક્ત અંત:કરણથી તમારું મરણ ન થાઓ એમ હું ઇચ્છું છું. હે ગૃહપતિ, તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે “નકુલમાતા મારા પછી પુનર્વિવાહ કરશે. પરંતુ આ શંકા તમે છોડી દે. હું આજ રસોળ વર્ષથી ઉપસથવત પાછું છું, તે તમને ખબર છે જ. તે પછી હું તમારા મૃત્યુ પછી પુનર્વિવાહ કેમ કરીશ? હે ગૃહપતિ, તમારા મરણ પછી હું બુદ્ધ ભગવાનને અને ભિક્ષુસંઘને ધર્મોપદેશ શ્રવણ કરવા નહીં જાઉં એવી તમને શંકા આવવાને સંભવ છે. પણ તમારી પાછળ પહેલાં પ્રમાણે જ બુદ્ધોપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે એવી તમારે પાકી ખાતરી રાખવી. માટે કોઈ પણ પ્રકારની ઉપાધિ સિવાય મરણને શરણ થાઓ. હે ગૃહપતિ, તમારી પાછળ હું બુદ્ધ ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહીં પાછું એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ તમે ખાતરીથી માન. માટે કોઈ પણ પ્રકારની ચિંતા વગર મરણ આવવા દો. હે ગૃહપતિ, મને સમાધિલાભ થયે નહીં, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થઈશ એમ તમે સમજશો નહીં. જે કોઈ બુદ્ધોપાસિકા સમાધિલોભવાળી હશે તેમાંની હું એક છું એમ સમજે અને માનસિક