________________
બુદ્ધઃ શાબાશ! પૂર્ણ, શાબાશ! આવા પ્રકારના અમદમથી યુક્ત હોવાથી તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થઈશ.
૧૩. દુષ્ટને દંડ દે એ એની દુષ્ટતાને એક પ્રકારને પ્રતિકાર છે. દુષ્ટતાને વૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની દુષ્ટતાને વિરોધ કર્યા વિના રહેવું નહીં એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વાપરવામાં જેટલી ઊણપ એટલું શુભ ચિન લેખી, એની મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે જ એને સુધારવા મથવું એ દુષ્ટતાની જડ ઉખાડનારો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઊંચી સીમાએ પહોંચવાને પૂર્ણ પ્રયત્ન હશે તેની કલ્પના કરવા જેવી છે. ૧ ૧૪. નકુલમાતા નામે ઓળખાવવામાં આવેલી
બુદ્ધની એક શિષ્યાનું વિવેકજ્ઞાન, એણે નકુલમાતાની પિતાના પતિને એના ભારે મંદવાડ વખતે રસમજણ કહેલાં વચન પરથી ઓળખાય છે. એણે
કહ્યું: “હે ગૃહપતિ, સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામે એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ, કદાચિત તમારા મનમાં એવી શંકા આવશે કે “હું મૂઆ પછી નકુલમાતા છોકરાંઓનું પાલન કરી
૧. અંગુલિમાલ નામે લૂંટારાના હૃદયપરિવર્તનની વાર્તા પણ વિલક્ષણ છે. તેને માટે જુઓ, બુદ્ધલીલાસારસંગ્રહ.