________________
૯૦
મહાવીર
પણ એને અંતિમ નિશ્ચય તેમ જ સાધનમાર્ગ પણ એક જ પ્રકારના સમજાય છે. વૈદિક ધર્મ આજે મહુધા ભક્તિમાર્ગી છે, અને જૈન પણ ભક્તિમાગી જ છે. ઇષ્ટ દેવતાની અત્યંત ભક્તિ વડે ચિત્ત શુદ્ધ કરી, મનુષ્યત્વની સર્વે ઉત્તમ સંપત્તિએ સંપાદન કરી, છેવટે તેનું પણ અભિમાન તજી આત્મસ્વરૂપમાં સ્થિર રહેવું એ બન્નેનું ધ્યેય છે. બન્ને ધર્મોએ પુનર્જન્મના વાદને ગૃહીત કરીને જ પાતાની જીવનપદ્ધતિ રચી છે. સંસાર યવહારમાં આજે જૈન અને વૈદિક અત્યંત ગાઢ પ્રસંગમાં રાજ રાજ આવે છે; ઘણેક ઠેકાણે અને વચ્ચે રેટી-બેટી વહેવાર પણ હેાય છે. છતાં, એકબીજાના ધર્મો વિશે અત્યંત અજ્ઞાન અને ગેરસમજૂતી પણ સાધારણ છે. વૈદિક ધર્મ, અવતાર, વર્ણાશ્રમવ્યવસ્થા વિશે જૈન કશું ન જાણતા હાય એવું વધારે ઓછું હોય છે; પણ જૈન ધર્મનાં તત્ત્વા, તીર્થં’કર ઇત્યાદિ વિશે વૈદિક કાંઈ જ ન જાણતા હાય એવું અત્યંત સામાન્ય છે. એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી. સર્વે ધર્માં, સર્વે ગ્રન્થનું અવલેાકન કરી, સર્વે મત પંથે વિશે નિવૈ ર્ વૃત્તિ રાખી, પ્રત્યેકમાંથી સારાસારને વિવેક કરી સારના સ્વીકાર અને અસારના ત્યાગ કરવા, એ મુમુક્ષુને માટે આવશ્યક છે કેાઈ ધર્મ એવા નથી કે જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિકના સ્વીકાર ન હેાય; કેાઈ ધર્મ એવા નથી કે જેમાં કાળે કરીને અશુદ્ધિઓ પેઠી ન હાય, માટે જેમ વર્ણાશ્રમવ્યવસ્થાના ધર્મો પાળ્યા છતાં, એનું મિથ્યાભિમાન રાખવું ઉચિત નથી, તેમ જ પેાતાના ધર્મને અનુસર્યાં છતાં એનું મિથ્યાભિમાન ત્યાજ્ય જ છે.