________________
નૈધ નૈધ ૧લી : માતૃભક્તિ – જગતના સર્વે જ્ઞાન અને સાધુતામાં શ્રેષ્ઠ પુરુષોનાં જીવનચરિત્ર જોતાં, તેમને માતાપિતા અને ગુરુ પ્રત્યે અપાર પ્રેમ ધ્યાન ખેંચે છે. જેણે બાળપણમાં માતાપિતાની તથા ગુરુની અત્યન્ત પ્રેમથી સેવા કરી તેમને આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યો એ મહાપુરુષ થઈ શકે એવું જોવામાં નહીં આવે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશું, જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સહજાનંદ સ્વામી, નિષ્કુળાનંદ વગેરે સર્વે માતાપિતા કે ગુરુને જ દેવતુલ્ય સમજનારા હતા. આ સર્વે સત્પરુષે અત્યન્ત વૈરાગ્યનિક પણ હતા.
ઘણાકનું એવું માનવું છે કે પ્રેમ અને વૈરાગ્ય એ બે વિરોધી વૃતિઓ છે. એવી માન્યતામાંથી લખાયેલાં ઘણુંએક ભજને હિંદુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં છે. એ માન્યતાના જેરમાં સંપ્રદાયપ્રવર્તકોએ ઘણી વાર પ્રેમવૃત્તિનો નાશ થઈ જાય એવા ઉપદેશે પણ કરેલા છે. માતાપિતા ખેટાં છે, કુટુંબીઓ સર્વે સ્વાર્થનાં જ સગાં છે, “કેની મા અને કાના બાપ ? વગેરે પ્રેમવૃત્તિને નાશ કરનારી ઉપદેશશ્રેણને આપણા ધાર્મિક ગ્રંથોમાં તોટો નથી. એ ઉપદેશશ્રેણીની અસર તળે આવી કેટલાક પુરુષો પ્રત્યક્ષની ભક્તિને ગૌણ કરી પક્ષ અવતારે અથવા કાલ્પનિક દેવોની જડ ભક્તિનું માહામ્ય સમજી અથવા ભૂલભરેલા વૈરાગ્યની ભાવનાથી પ્રેરાઈ કુટુંબીઓ પ્રત્યે નિષ્ફર થઈ જાય છે. યાવજીવન સેવા કરતાં પ્રાણ ખપી જાય તોયે જે માતાપિતા અને ગુરુના ઋણમાંથી છૂટી શકાતું નથી એવા અત્યંત પૂજનીય અને પવિત્ર સંબંધને પાપરૂપ, બંધનકારક કે સ્વાર્થયુક્ત લેખો એ એક ભારેમાં ભારે ભૂલ છે. આ ભૂલે હિંદુસ્તાનના આધ્યાત્મિક માર્ગને પણ ચેતનથી ભરી દેવાને બદલે ઊલટો જડ બનાવ્યો છે. જે
૧