________________
૯૨
મહાવીર સંતો મહત્તાને પામ્યા છે તેમણે કદાપિ એક કાળે એ ભૂલે કરી હોય, તોપણ એમાંથી એમને છૂટવું જ પડયું છે. નૈસર્ગિક રહેલ પૂજ્યભાવના, વાત્સલ્યભાવના, મિત્રભાવના વગેરેને સ્વાભાવિક સંબંધમાં બતાવવાનું પિતાની ભૂલને લીધે અશક્ય થઈ પડવાને લીધે એમને એ ભાવનાઓ કૃત્રિમ રીતે પણ વિકસાવવી પડી છે. એટલે કોઈ દેવીમાં, પાંડુરંગમાં, બાળકૃષ્ણમાં, કનૈયામાં, દ્વારિકાધીશમાં કે દત્તાત્રેયમાં માતૃભાવ, પિતૃભાવ, પુત્રભાવ, પતિભાવ, મિત્રભાવ કે ગુરુભાવ આરોપો પડ્યો છે, અથવા કોઈ બીજાને માતાપિતા માનવાં પડ્યાં છે કે શિષ્ય પર પુત્રભાવ કેળવવો પડ્યો છે. પણ એ ભાવનાઓના વિકાસ વિના તે કાઈની ઉન્નતિ થઈ જ નથી.
વૈરાગ્ય એટલે પ્રેમને અભાવ નહીં, પણ પ્રેમપત્ર જનમાંથી સુખની ઈચ્છાને નાશ. એમને સ્વાથ ગણું એમનો ત્યાગ કરવાને ભાવ નહીં, પણ એમને વિશેના પોતાના સ્વાર્થોને ત્યાગ અને એમને ખરું સુખ આપવા માટે પોતાની સર્વશક્તિનો વ્યય. પ્રાણીઓ સંબંધે વૈરાગ્યની ભાવનાનું આ લક્ષણ.
પણ જડ સૃષ્ટિ પ્રત્યેનો વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના સુખ વિશે અનાસક્તિ. પંચવિષય પિતાને સુખદુઃખનું કારણ નથી, એમ સમજી એ વિશે અસ્પૃહા થયા વિના પ્રેમવૃત્તિનો વિકાસ થશે કે આન્નતિ થવી અશકય છે.
પ્રેમ હોય પણ તેમાં વિવેક ન હોય, તો એ કષ્ટદાયક થાય છે. જેની ઉપર પ્રેમ છે, તેને સાચું સુખ આપવાની ઈચ્છા, એનો પણ કદી વિયેગ થશે જ એ સત્યને જાણ એને સ્વીકારી લેવાની તૈયારી અને પ્રેમ છતાં બીજાં કર્તવ્યનું પાલન એ વિવેકની નિશાનીઓ છે. એ વિવેક ન હોય તો પ્રેમ મોહરૂપ કહેવાય.
નોંધ ૨જી: વાદજે પરિણામો આપણને પ્રત્યક્ષપણે નામ પડે છે, પણ તેનાં કારણે અત્યંત સૂકમતાને લીધે અથવા બીજા