________________
ઉત્તરકાળ ૩. બોતેર વર્ષની વય સુધી મહાવીરે ધર્મોપદેશ
કર્યો, એમણે જૈન ધર્મને નવું સ્વરૂપ આપ્યું. નિર્વાણ એમના કાળમાં પાર્શ્વનાથ તીર્થંકરને સંપ્રદાય
ચાલતો. પાછળથી મહાવીરના અને પાર્શ્વનાથના અનુયાયીઓએ પિતાના ભેદને શમાવી દઈ જૈન ધર્મને એકરૂપતા આપી, અને ત્યારથી મહાવીરને સર્વે જૈનેએ અંતિમ તીર્થકર તરીકે સ્વીકાર્યા. તેરમે વર્ષ આસે (ઉત્તર હિંદુસ્તાની કારતક) વદ અમાસને દિવસે મહાવીરનું નિર્વાણ થયું. ૪. મહાવીરના ઉપદેશનું પરિણામ પોતાના સમયમાં
જ કેટલું ભારે હતું, એ જાણવું મુશ્કેલ છે. જૈન સંપ્રદાય પણ એ સંપ્રદાયે હિંદુસ્તાનમાં પિતાને પાયે
સ્થિર રાખે છે. એક કાળમાં વૈદિકે અને જેને વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા, પણ આજે બને સંપ્રદાય વચ્ચે કશે વૈરભાવ રહ્યો નથી. આનું કારણ એ કે જૈન ધર્મનાં કેટલાંક તો વૈદિકાએ – અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય અને પૌરાણિકોએ—એટલાં પૂર્ણપણે પિતામાં મેળવી દીધાં છે, અને તે જ પ્રમાણે જેનેએ પણ દેશકાળાનુસાર એટલા વૈદિક સંસ્કારે સ્વીકારી લીધા છે કે એ બે ધર્મો વચ્ચે ભારે પ્રકૃતિને કે સંસ્કારને ભેદ હવે રહ્યો નથી. આજે હવે જેનેને વૈદિક થવાનું કે વૈદિકને જૈન થવાનું ભારે કારણ પણ નથી, અને તેમ થાય તે કઈ જાતના જુદા જ વાતાવરણમાં પ્રવેશ કરવા જેવું લાગે એમ પણ નથી. તત્ત્વજ્ઞાનને સમજાવવાના વિષયમાં બેઉના જુદા જુદા વાદો છે, પણ એમ તે વૈદિક ધર્મમાં પણ અનેક વાદે છે.
૧. જુઓ પાછળ નોંધ રજી. બુ.- ૭