________________
બુદ્ધ આસપાસ ચેકીપહેરો રાખવા લાગ્યા. બુદ્ધને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું: ભિક્ષુઓ, મારા દેહ માટે આટલી કાળજી લેવાની જરૂર નથી. મારા શિષ્યથી બીને મારા શરીરને હું સાચવવા ઇરછતા નથી. માટે કોઈએ ચોકી ન કરતાં પિતાપિતાના કામે લાગી જવું.” ૨૧. કેટલેક દિવસે બુદ્ધ સાજા થયા. પણ દેવદતે વળી
તેમને એક હાથી તળે ચગદાવી નાખવાનો હાથી ઉપર વિજય વિચાર કર્યો. બુદ્ધ એક ગલીમાં ભિક્ષા
લેવા નીકળ્યા કે સામી બાજુથી દેવદતે રાજાના એક મત્ત હાથીને છોડાવી મૂક્યો. લેકે આમતેમ નાસવા લાગ્યા. જેને જ્યાં જગ્યા દેખાઈ ત્યાં ચડી ગયા. બુદ્ધને પણ કેટલાક ભિક્ષુઓએ એક માળ ઉપર ચડી જવા બૂમ મારી, પશુ બુદ્ધ તે દઢપણે જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. પોતાની સર્વ પ્રેમવૃત્તિનું એકીકરણ કરી, એ સર્વ કરુણ પિતાનાં નેત્રેમાંથી એમણે હાથીના ઉપર વરસાવી. હાથી પિતાની સૂંઢ નીચે નાખી એક પાળેલા કૂતરાની પેઠે બુદ્ધ આગળ ઊભું થઈ ગયે. બુદ્ધ એના ઉપર હાથ ફેરવી પિતાને લાડ દર્શાવ્યો. હાથી ગરીબ બની પાછે ગજશાળામાં પિતાને સ્થાનકે જઈ ઊભે રહ્યો.
દંડથી પશુ રાખે કે, અંકુશે વા લગામથી, વિના ટંડે, વિના શ, હાથી રોક્યો મહર્ષિ એ.” दंडेनेके दमयन्ति अंकुसेहि कसाहि च । अदंडेन असत्थेन नागो दन्तो महेसिना ॥