________________
કેટલાક પ્રસંગો અને અંત
૫૭ ૧૮. અજાતશત્રુને ગુરુની યુક્તિ પસંદ પડી. એણે ઘરડા બાપને કેદખાનામાં નાખી ભૂપે માર્યો અને પિતે સિંહાસન પર ચડી બેઠે. હવે દેવદત્તની રાજ્યમાં વગ વધી જાય એમાં શી નવાઈ?
લોકો જેટલો રાજાનો ભય રાખતા તેથી પણ વધારે દેવદત્તથી ડરતા. બુદ્ધનું ખૂન કરાવવા એણે રાજાને પ્રેર્યો. પણ જે જે મારા ગયા તે બુદ્ધને મારી જ શક્યા નહીં. બુદ્ધની નિરતિશય અહિંસા અને પ્રેમવૃત્તિ, એમના વૈરાગ્યપૂર્ણ અંતઃકરણમાંથી નીકળતો સચોટ ઉપદેશ, એમના શત્રુઓનાં ચિત્તને પણ શુદ્ધ કરી દેતાં. જે જે મારા ગયા તે બુદ્ધના શિષ્ય થઈ ગયા. ૧૯ દેવદતને આથી બહુ ચીડ ચડી. એક વાર ગુરુ
પર્વતની છાયામાં ફરતા હતા ત્યારે પર્વતની શિલા પ્રહાર ધાર પરથી દેવદતે એક મોટી શિલા એમના
ઉપર ધકેલી દીધી. વગે શિલા તો એમના ઉપર ન પડી, પણ એમાંથી એક ચીપ ઊડીને બુદ્ધદેવના પગમાં વાગી. બુદ્ધે દેવદત્તને જે. એમને એના ઉપર દયા આવી, એ બાલ્યા: “અરે મૂર્ખ, ખૂન કરવાના ઈરાદાથી તે આ જે દુષ્ટ કૃત્ય કર્યું તેથી તે કેટલા પાપનો ભાગીદાર થયે તેનું તને ભાન નથી.”
૨૦. પગના જખમથી બુદ્ધને ઘણી વખત હરવાફરવાનું અશક્ય થયું. ભિક્ષુઓને બીક લાગી કે દેવદત વળી પાછે બુદ્ધને મારવાને લાગ શેધશે. તેથી તેઓ રાતદિવસ એની