________________
છે
ગૃહસ્થાશ્રમ ૫. સાત હાથ ઊંચી કાયાવાળા વર્ધમાન યથાકાળે
જુવાન થયા. નાનપણથી જ એમની વૃત્તિ વિવાહ વૈરાગ્યપ્રિય હોવાથી સંન્યાસ એ એમના
જીવનનું લક્ષ્ય હતું. એમનાં માતાપિતા એમના લગ્નને માટે બહુ આગ્રહ કરતાં હતાં, પણ એ પરણવાને માનતા નહતા. પણ છેવટે એમની માતા અત્યંત આગ્રહ કરવા લાગ્યાં અને પિતાના સંતેષાર્થે એમને પરણવા વિનવવા લાગ્યાં. એમના અવિવાહિત રહેવાના આગ્રહથી માતા બહુ દુઃખ કરતાં હતાં, અને વર્ધમાનને કમળ સ્વભાવ એ દુઃખ જોઈ શકતો નહોતે. તેથી છેવટે એમણે માતાના સંતેષાર્થે યશદા નામે એક રાજપુત્રી સાથે લગ્ન કર્યું. યશોદાને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ. તે આગળ જતાં જમાલિ નામે એક રાજપુત્રની સાથે પરણું.
૬. વર્ધમાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે એમનાં
માતાપિતા જૈન ભાવના પ્રમાણે અનશનવ્રત માતાપિતાનું કરી દેહત્યાગ કરી ગયાં. વર્ધમાનને મોટો અવસાન ભાઈ નંદિવર્ધન રાજ્યારૂઢ થયો.
૭. બેએક વર્ષ વીત્યા બાદ હવે સંસારમાં રહેવાનું
પ્રયોજન નથી એમ વિચારી જે સંન્યાસગૃહત્યાગ જીવન માટે એમનું ચિત્ત તલપાપડ થઈ
રહ્યું હતું, તે સ્વીકારી લેવાને એમણે નિશ્ચય કર્યો. એમણે પિતાની સર્વ સંપત્તિનું દાન કરી દીધું.