________________
મહાવીર
કેશલેાચન કરી, માત્ર એક વસ્ત્ર રાખી, રાજ્ય છેાડી તર કરવા માટે તે ચાલતા થયા.
૭૬
વાર્થદાન
૮. દીક્ષા લીધા પછી એ ચાલ્યા જતા હતા, એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણુ એમની પાસે આવી ભિક્ષા માગવા લાગ્યા. વર્ધમાન પાસે પહેરેલા વસ્ત્ર સિવાય કશું રહ્યું ન હતું, એટલે એને જ અડધા ભાગ કરી એણે એ બ્રાહ્મણને આપી દીધા. એ બ્રાહ્મણે પેાતાને ગામ જઈ એના છેડા બંધાવવા માટે એ વસ્ત્ર એક તૂણનારને આપ્યું. તૃણુનારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ જોઈ બ્રાહ્મણને કહ્યું, “જો આના ખાકીના અડધા ભાગ મળે તે એ વી ન શકાય એવી રીતે જોડી દઉં. એ વસ્ત્રને પછી વેચવાથી ભારે કિંમત ઊપજશે, અને તે આપણે સરખે ભાગે વહેંચી લઈશું.” આથી લેાભાઈ બ્રાહ્મણ પાછે વર્ધમાનને શેાધવા નીકળી પડયો.