________________
૭૪
મહાવીર ૪૭૦ વર્ષ જૂને છે. નિર્વાણ સમયે મહાવીરનું વય ૭૨ વર્ષનું હતું એમ મનાય છે. એટલે એમને જન્મ વિકમ સંવતની પ૪ર વર્ષ પૂર્વે થયેલે કહી શકાય.
૨. મહાવીરનું જન્મનામ વર્ધમાન હતું. એ નાનપણ
થી જ અત્યંત માતૃભક્ત અને દયાળુ સ્વબાલસ્વભાવ ભાવના હતા, અને વૈરાગ્ય તથા તપ તરફ માતૃભક્તિ રુચિવાળા હતા.
૩. વર્ધમાન બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી
રમતનાયે બહુ શોખીન હતા. એમનું પરાક્રમપ્રિયતા શરીર ઊંચું અને બળવાન હતું અને એમને
સ્વભાવ પરાક્રમપ્રિય હતા. નાનપણથી જ બીકને તો એમણે કદી પિતાના હૃદયમાં સંઘરી જ ન હતી. એક વાર આઠ વર્ષની ઉંમરે એ કેટલાક છોકરાઓ સાથે રમતાં રમતાં જંગલમાં જઈ ચડ્યા. ત્યાં એક ઝાડ નીચે ભયંકર સર્પ પડેલો હતો. બીજા છોકરાઓ એને જોઈને નાસભાગ કરવા લાગ્યા, પણ આઠ વર્ષના વર્ધમાને એક માળાની માફક એને ઊંચે કરી દૂર ફેંકી દીધે.
૪. જેમ પરાક્રમમાં તેમ ભણવામાં પણ એ અગ્રેસર
હતા. કહેવાય છે કે નવ વર્ષની ઉંમરે તે બુદ્ધિમત્તા એમણે વ્યાકરણ શીખી લીધું હતું.
૧. જુઓ પાછળ નોંધ ૧ લી.