________________
તપશ્ચર્યા અપ્રજ્ઞને નહીં દયાન, ના પ્રજ્ઞા દયાનહીનને, પ્રજ્ઞા ને ધ્યાનથી યુક્ત તેને નિર્વાણ પાસમાં
ઘર છેડી સિદ્ધાર્થ દૂર નીકળી ગયો. ચમારથી લઈને બ્રાહ્મણપર્યંત સર્વ જાતિના માણસો પાસેથી મેળવેલી ભિક્ષાને
એક પાત્રમાં ભેગી કરીને તે ખાવા લાગે. ભિક્ષાવૃત્તિ પહેલવહેલાં એને આમ કરવું બહુ જ આકરું
લાગ્યું. પણ એણે વિચાર કર્યો : “અરે જીવ, તને કોઈ એ સંન્યાસ લેવાની જબરદસ્તી કરી ન હતી. રાજીખુશીથી તે આ વેષ લીધે છે; રાજસંપત્તિને આનંદથી ત્યાગ ર્યો છે. હવે તેને આ ભિક્ષાન્ન ખાવામાં શાને કંટાળો આવે છે? મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ જોઈને તારું હૃદય ચિરાઈ જતું, પણ હવે તારી પિતાની ઉપર હીન જાતિના માણસનું અન્ન ખાવાને પ્રસંગ આવતાં જ તારા મનમાં એ લોકે વિશે અનુકંપા ન આવતાં કંટાળે કેમ આવે છે? સિદ્ધાર્થ, છોડી દે આ નબળાઈ! સુગંધી ભાતમાં અને હીન લેકએ આપેલા આ અનમાં તને ભેદભાવ ન લાગવો જોઈએ. આ સ્થિતિ તું પ્રાપ્ત કરીશ તે જ તારી પ્રત્રજ્યા સફળ થશે.” આ
१. नत्थि ज्ञानं अपञ्जस्स पञ्जा नत्थि अज्झायो । यम्हि ज्ञानं च पञ्जा च स वे निब्बानसन्तिके ।।
(ધમપર)