________________
પ્રમાણે પિતાના મનને બોધ આપી વિષમદષ્ટિના સંસ્કારોનો સિદ્ધાર્થે દઢતાપૂર્વક ત્યાગ કર્યો.
૨. હવે એ આત્યંતિક સુખને માર્ગ બતાવનાર ગુરુને શોધવા લાગ્યું. પહેલાં એ કાલામ નામે એક
યેગીને શિષ્ય થઈ રહ્યો. એણે પહેલાં ગુરુની શોધ- સિદ્ધાર્થને પિતાના સિદ્ધાન્ત શીખવ્યા. કાલામ મુનિને સિદ્ધાર્થ એ શીખી ગયે અને એ વિષયમાં ત્યાં કઈ પણ કાંઈ પૂછે તો બરાબર એના ઉત્તર
આપી શકે તથા એની જોડે ચર્ચા કરી શકે એ કુશળ થયે. કાલામના ઘણા શિષ્ય આ પ્રમાણે કુશળ પંડિતે થયા હતા, પણ સિદ્ધાર્થને કાંઈ આટલેથી સંતોષ થયે નહીં. એને કાંઈ અમુક સિદ્ધાન્ત ઉપર વાદવિવાદ કરવાની શક્તિ જોઈતી નહોતી. એને તો દુઃખનું નિવારણ કરવાનું એસિડ જોઈતું હતું. એ કેવળ વાદવિવાદથી કેમ મળે ? તેથી એણે પોતાના ગુરુને વિનયપૂર્વક કહ્યું : “મને આપના સિદ્ધાન્તની માત્ર સમજણ નથી જોઈતી, પણ જે રીતે એ સિદ્ધાન્ત અનુભવાય તે રીત શીખવો.” આ ઉપરથી કાલામ મુનિએ સિદ્ધાર્થને પિતાને સમાધિમાર્ગ બતાવ્યો. એ માર્ગની સાત ભૂમિકાઓ હતી. સિદ્ધાર્થે એ સાતે ભૂમિકા ઝટ ઝટ સિદ્ધ કરી. પછી એણે ગુરુને કહ્યું :
હવે આગળ શું?” પણ કાલાએ કહ્યું: “ભાઈ, હું આટલું જ જાણું છું. મેં જેટલું જાણ્યું તેટલું તે પણ જાણ્યું છે, એટલે તું અને હું હવે સરખા થયા છીએ. માટે હવે આપણે
૧. જુઓ પાછળ નેંધ રજી.