________________
બુદ્ધ છે એમ જાણીને પણ ખરું માનશે નહીં. આવું હશે એમ ધારી ખરું માનશે નહીં. તર્કસિદ્ધ છે એમ જાણું ખરું માનશે નહીં. લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશે નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશે નહીં. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણું ખરું માનશે નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણું ખરું માનશે નહીં. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરે લાગે, તો જ તમે તેને સ્વીકાર કરજે.”
૨તે કાળમાં કેટલાક લેકો એવો નિયમ પાળતા કે સવારમાં સ્નાન કરી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઊર્ધ્વ
અને અધઃ એ છ દિશાઓનું વંદન કરવું. દિશાવંદન બુદ્દે એ છ દિશાઓનું વંદન નીચે પ્રમાણે
બતાવ્યું છે : સ્નાન કરી પવિત્ર થવું એ બસ નથી. છ દિશાને નમસ્કાર કરવાવાળાએ નીચેની ચૌદ બાબતોનો ત્યાગ કરવો જોઈએ :
(૧) પ્રાણઘાત, ચેરી, વ્યભિચાર અને અસત્ય ભાષણ એ ચાર દુઃખરૂપ કર્મો
(૨) સ્વછંદ, દ્વેષ, ભય અને મેહ એ ચાર પાપનાં કારણે અને
(૩) મદ્યપાન, રાત્રિભ્રમણ, નાટક-તમાશા, વ્યસન, જુગાર, કુસંગતિ અને આળસ એ જ સંપત્તિનાશનાં દ્વારો.
આ રીતે પવિત્ર થઈને એણે માતાપિતાને પૂર્વ દિશા સમજી તેમની પૂજા કરવી. એમની પૂજા એટલે એમનું કામ