________________
ઉપદેશ
૨૫
અને પાષણ કરવું, કુળમાં ચાલી આવેલાં સત્કર્માં ચાલુ રાખવાં, એમની સંપત્તિના યેાગ્ય વિભાગ કરવે અને મરી ગયેલાં ભાંડુએના ભાગનાં દાનધર્મ કરવાં.
ગુરુને દક્ષિણ દિશા સમજી એ આવે ત્યારે ઊભા થઈ, બીમાર હાય ત્યારે શુષા કરી, શીખવે ત્યારે શ્રદ્ધાપૂર્વક સમજી લઈ, પ્રસંગે તેમનું કામ કરી અને એમણે આપેલી વિદ્યાને સંભારી રાખી એ દિશાની પૂજા કરવી.
પશ્ચિમ દિશા સ્ત્રીની જાણવી. એનું માન રાખવાથી, અપમાન ન થવા દેવાથી, પત્નીવ્રતના પાલનથી, ઘરના કારભાર એને સાંપવાથી અને જોઈતાં વસ્ત્રાદિક પૂરાં પાડવાથી એની પૂજા થાય છે.
ઉત્તર દિશા એટલે મિત્રવર્ગ અને સગાસંબંધી, એમને આપવા જેવી ચીજો એમને ભેટ કરવાથી, એમની સાથે મીઠાશ રાખવાથી, એમને ઉપયેાગી થઈ પડવાથી, એમની જોડે સમાનભાવે વર્તવાથી અને નિષ્કપટ વ્યવહારથી એ દિશા ખરાખર પૂજાય છે.
અધાદિશાનું વંદન સેવકને ગજા પ્રમાણે જ કામ સોંપવાથી, પૂરતે અને વખતસર પગાર ચૂકવવાથી, ખીમારીમાં એમની માવજત કરવાથી તથા સારું ભેાજન અને પ્રસંગેપાત્ત ઇનામ આપવાથી થાય છે.
ઊર્ધ્વ દિશાનું પૂજન સાધુસંતાને કાયા, વાચા અને મને આદર કરવાથી, ભિક્ષામાં અડચણ ન કરવાથી અને ચેાગ્ય વસ્તુના દાનથી થાય છે.