________________
કેટલાક પ્રસંગે અને અંત ચાલચલગત સારી નથી. થોડા દહાડા પછી વેરાગીઓએ એક વેરાગી સ્ત્રીનું ખૂન કરાવી, તેનું શબ બુદ્ધના વિહાર પાસે એક ખાડામાં ફેંકાવ્યું, અને પછી રાજાની આગળ પિતાના સંઘની એક સ્ત્રી છેવાય છે એમ ફરિયાદ કરી અને બુદ્ધ અને એમના શિષ્ય ઉપર વહેમ ખાધો. રાજાના માણસોએ શબ માટે તપાસ કરી અને બુદ્ધના વિહાર પાસેથી એને શોધી કાઢ્યું. થોડા વખતમાં આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ અને બુદ્ધ તથા એમના ભિક્ષુઓ પરથી લોકોને વિશ્વાસ ઊઠી ગયે. જે તે એમના ઉપર શૂન્ગૂ કરવા મંડ્યા.
૯બુદ્ધ આથી જરાયે બધા નહીં. ખોટાલાને પાપ સિવાય બીજી ગતિ નથી,” એમ જાણે એ શાન્ત રહ્યા
૧૦. કેટલાક દિવસ પછી જે મારાઓએ વેરાગણનું ખૂન કર્યું હતું તેઓ એક દારૂના પીઠામાં ભેગા થઈ ખૂન કરવા માટે મળેલા પૈસાની વહેંચણી કરતા હતા. એક બેલ્યોઃ મે સુંદરીને મારી માટે હું માટે ભાગ લઈશ.”
બીજાએ કહ્યું: “મેં ગળું દામ્યું ન હોત તે સુંદરીએ બૂમ પાડીને આપણને ઉઘાડા પાડી દીધા હેત.”
૧૧. આ વાત રાજાના ગુપ્ત માણસોએ સાંભળી. એમને પકડી એ રાજા પાસે લઈ ગયા. મારા પિતાને ગુને કબૂલ કરીને જે હકીકત બની હતી તે કહી દીધી. બુદ્ધ પરનું આળ ખોટું ઠરવાથી એમને વિશે પૂજ્યભાવ ઊલટે બમણ વધ્યું, અને પેલા વેરાગીઓને સર્વને તિરસ્કાર આવ્યું.