________________
ખુદ જ્ઞાનની યથાર્થ પ્રતીતિ થઈ, ત્યારે પિતે શોધેલું સત્ય જગતને બતાવી પિતાના ભગીરથ પ્રયત્નનો લાભ જગતને આપવા એમની જગત પ્રત્યેની મૈત્રી અને કારુણ્યની વૃત્તિએ એમને પ્રેર્યા. ૧
૧. બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે બ્રહ્મદેવે એમને જગદુદ્ધાર કરવા પ્રેર્યા. પણ મૈત્રી, કરુણા, મુદિતા (પુણ્યશાળી લોકોને જોઈને આનંદ અને પૂજ્યતાની વૃત્તિ) અને ઉપેક્ષા (હઠપૂર્વક પાપમાં રહેનાર પ્રત્યે) એ ચાર ભાવનાઓને જ બુદ્ધધર્મમાં બ્રહ્મવિહાર કહ્યો છે; એટલે રૂપકને તેડી સાદી ભાષામાં જ ઉપર સમજાવ્યું છે. ચતુર્મુખ બ્રહ્મદેવની કલ્પનાને વૈદિક ગ્રન્થમાં અનેક રીતે સમજાવી છે તેમ આ બીજી સમજૂતી છે. સાદી વસ્તુને સાદા રૂપમાં ન કહેતાં કવિઓ રૂપકોમાં કહે છે. કાળાન્તરે રૂપકને અર્થ ભૂંસાઈ જાય છે, સામાન્ય જનો રૂપકને જ સત્ય માની પૂજે છે અને નવી કવિ પોતાની કલ્પના દોડાવી એ રૂપક ઉપર પિતાને રૂચે એવો અર્થ બેસાડે છે, છતાં રૂપકને રાખી જ મૂકે છે અને રૂપકને રૂપકના રૂપમાં જ પૂજવાનું છોડતો નથી. મારામાં કાવ્યવૃત્તિ ઓછી છે એ આપ સ્વીકારીને પણ મારે કહેવું જોઈએ કે મને આ પરોક્ષપૂજા થતી નથી. અનેક સાદા જનોને ભ્રમણાઓમાં નાખવાનો આ સીધે રસ્તો છે. આ પ્રત્યક્ષ ભૌતિક માયા કરતાં શાસ્ત્રીઓ અને કવિઓની વાત્માયા વધારે વિકટ હોય છે.