________________
૧૩
તપશ્ચર્યા લોકોમાં સારા કહેવડાવવાની લાલચ ન હતી. એને તે સત્ય અને સુખ શોધવાં હતાં. એને વિશેના અન્યના અભિપ્રાયે બદલાશે એ વિચારથી જે માર્ગ એને ભૂલભલે લાગે તેને એ કેમ વળગી રહી શકે?
૯ આ પ્રમાણે સિદ્ધાર્થને રાજ્ય છેડ્યાને છ વર્ષ વીતી ગયાં. વિષયેની ઈચ્છા, કામાદિક વિકારે, ખાવાપીવાની
તૃષ્ણા, આળસ, કુશંકા, ગર્વ, માનેચ્છા, બધપ્રાપ્તિ કીર્તિની ઈચ્છા, આત્મસ્તુતિ, પરનિંદા વગેરે
અનેક પ્રકારની ચિત્તની આસુરી વૃત્તિઓ સાથે એને એ વર્ષો દરમિયાન ઝઘડવું પડ્યું. આવા વિકારો એ જ મનુષ્યને મેટામાં મોટો શત્રુ છે એવી એની પરિપૂર્ણ ખાતરી થઈ. છેવટે એ સર્વ વિકારોને જીતી એણે ચિત્તની અત્યંત શુદ્ધિ કરી. જ્યારે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઈ ગઈ ત્યારે એના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ થયો. જન્મ અને મરણ શું, સુખ અને દુઃખ શું, દુઃખને નાશ થાય કે નહીં, થાય તો કેમ થાય એ સર્વે વાતનો ખુલાસો થઈ ગયે શંકાઓની નિવૃત્તિ થઈ ગઈ જીવનનું રહસ્ય સમજાઈ ગયું; શોધતા હતા તે મળી ગયું; મનની ભ્રમણાઓ ભાંગી; ચિત્તના ઝઘડા મટી ગયા; અશાન્તિ હતી ત્યાં શક્તિનું સામ્રાજ્ય બેઠું. સિદ્ધાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ધ થયા. વૈશાખ સુદ પૂનમને દિવસે એમને પ્રથમ જ્ઞાન કુર્ય માટે એ જ દિવસે બુદ્ધજયંતી મનાય છે. કેટલાક દિવસો સુધી એમણે ફરીફરીને પિતાને કુરેલા જ્ઞાન પર વિચાર કર્યો. જ્યારે સર્વ સંશની નિવૃત્તિ થઈ ગઈ અને પિતાને પ્રાપ્ત થયેલા